Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર જિલ્લામાં વીજસ્થિતિ સુધરશે
ખંભાળીયા તા. ૧પઃ દ્વારકા જિલ્લામાં ભોગાતમાં ૪૦૦ કેવી સબ સ્ટેશન શરૃ થતાં સમગ્ર જિલ્લામાં વીજ સ્થિતિ સુધરશે તેમ મનાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલાં જ ભોગાતમાં જિલ્લામાં સૌથી મોટું ૪૦૦ કેવી સબ સ્ટેશન શરૃ કરવામાં આવતાં તે પછી સમગ્ર દ્વારકા જિલ્લામાં વીજળીની સ્થિતિ સુધારવાના કાર્યાેનો પ્રારંભ થયો છે.
અગાઉ ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, ઓખા, કલ્યાણપુર, ભાટીયા સહિતના વિસ્તારોમાં ૬૬ કેવી સબ સ્ટેશનો હતાં જેથી વોલ્ટેજ સમસ્યા રહેતી હતી જો કે ખંભાળીયા તાલુકાના કુહાડીયામાં રર૦ કેવી સબ સ્ટેશન શરૃ કરાયું છે જે કાલાવડ થી અપગ્રેડ થઈ ગયું છે. આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ એક રર૦ કેવી સબ સ્ટેશન કાર્યરત થઈ રહ્યું છે તો ભાટીયામાં પણ સબ સ્ટેશન વિકસિત થઈ રહ્યું છે.
રાજય સરકારની યોજનાઓ મુજબ સબ સ્ટેશનોને અપગ્રેડ કરવાની કામગીરી શરૃ થઈ ગઈ હોય ૬૬ કેવી, ૧૩ર કેવી, રર૦ કેવી તથા ૪૦૦ કેવી એમ ક્રમશઃ લાઈનોનું અપગ્રેડેશન શરૃ થઈ ગયું હોય થોડા સમયમાં આ તમામ પ્રક્રિયા પૂરી થતાં પુરા વોલ્ટેજ થી તથા વીજ વિક્ષેપ વગરની વીજળી વ્યવસ્થા સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ સબ સ્ટેશનો પરથી ઉપલબ્ધ થશે તેનું આયોજન હાથ ધરાયું છે.
હાલ ચાર-પાંચ ગામો દીઠ એક-એક ૬૬ કેવી સબ સ્ટેશનો બની ગયા છે જ્યાં નથી ત્યાં પણ બની રહ્યા છે ત્યારે થોડા સમયમાં સમગ્ર દ્વારકા જિલ્લામાં વીજ પ્રશ્નો ભૂતકાળ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial