Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જિવંત પ્રસારણ નિહાળતા ગ્રામજનોઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના ધુંવાવ ગામે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી બન્યા હતાં, અને મહાનુભાવો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ નિહાળ્યું હતું.
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધુંવાવમાં આયોજિત ભવ્ય શોભાયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.
આ સમારોહમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ૦૦ વર્ષ પછી અયોધ્યામાં શ્રીરામ તેના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમના પ્રયાસોથી ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. શ્રીરામના મંદિરના નિર્માણ માટે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો. અનેક સંઘર્ષો પછી રઘુનંદન અયોધ્યામાં બિરાજમાન થયા છે. જીવનના સુખ-દુઃખમાં અને કણ કણમાં શ્રીરામ વસે છે. ભવ્ય આયોજન બદલ મંત્રીએ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રીરામની કૃપા હંમેશાં લોકો પર રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતાં.
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ જામનગર પણ મીની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ ઊભો થયો હતો, ત્યારે ધુંવાવ ગામ જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે ગૂંજી ઊઠ્યું હતું. ભવ્ય શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી સહભાગી બની રામમય બન્યા હતાં તેમજ અયોધ્યાનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં ધુંવાવ ગામના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, અગ્રણીઓ મુકુન્દભાઈ સભાયા, કુમારપાળસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, કાનાભાઈ, માવજીભાઈ, તલાટીમંત્રી, દાતાઓ, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પ્રભુ શ્રીરામના રંગે રંગાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial