Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં સંકટ હોય ત્યારે મોદી વિદેશ કે જંગલ સફારીમાંઃ સંજય રાઉત
નવી દિલ્હી તા. ૧પઃ આજે ખેડૂતોએ ટ્રેન રોકો-ટોલપ્લાઝા ફ્રીનું આંદોલન જાહેર કર્યું, તેની પરિવહન પર માઠી અસર પડી છે. ખેડૂતોએ ક્યાંક ટ્રેન રોકી છે, તો ક્યાંક ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે. ખેડૂતો રેલવે પાટા પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ભારતીય કિસાન યુનિયન ઉગરાહાએ આજે બપોરે ૧ર થી ૪ વાગ્યા સુધી ટ્રેનો રોકવાની જાહેરાત કરી હતી. પંજાબના ૬ જિલ્લા લુધિયાણા, અમૃતસર, ભટિંડા, બરનાલા, ફતેહગઢ સાહિબ અને મોગામાં ટ્રેનો રકવામાં આવશે, તેમ જાહેર કર્યું હતું. કેટલાક સ્થળે ટ્રેનો ડાયવર્ટ કરાઈ છે, જ્યારે કેટલાક સ્થળે રોકવામાં આવી છે.
પંજાબનું પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન પણ ખેડૂતોના પક્ષમાં આવ્યું છે. પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના નેતા યોગેન્દ્ર પાલ ઢીંગરાએ માહિતી આપી હતી કે આજે (૧પ ફેબ્રુઆરી) પેટ્રોલ પંપ એસો. આખો દિવસ પેટ્રોલ ખરીદશે નહીં તેમજ આવતીકાલે શુક્રવારે ખેડૂતોના પક્ષમાં પેટ્રોલ પંપ બપોરે ૧ર થી ૪ વાગ્યા સુધી બંધ રહેશે અને કોઈને પેટ્રોલ આપવામાં આવશે નહીં તેમજ ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને રર ફેબ્રુઆરીના પણ આખો દિવસ પેટ્રોલ ંપંપ બંધ રાખવામાં આવશે.
સંયુક્ત કિસાન મોરચા પંજાબના તમામ ટોલ પ્લાઝાને આજે બપોરે ૧૧ વાગ્યાથી ર વાગ્યા સુધી ૩ કલાક માટે ફ્રી કરવા અને ભારતીય કિસાન યુનિયનએ આજે પંજાબના ૬ જિલ્લામાં બપોરે ૧ર થી ૪ વાગ્યા સુધી ટ્રેનો રોકવાની જાહેરાત કરી હતી. હરિયાણામાં ભારતીય કિસાન યુનિયનના વડા ગુરનામ ચઢુનીએ પણ આજે સવારે ૧૧ વાગ્યે પોતાના સમર્થકોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
ખેડૂત અહેવાલોના સંદર્ભે શિવસેના (ઉદ્ધવ જુથ) ના સાંસદ સંજય રાઉતે કહ્યું, દેશમાં જ્યારે પણ સંકટ આવે છે ત્યારે કાં તો મોદી વિદેશમાં રહે છે અથવા તો કોઈ જંગલ સફારીમાં વ્યસ્ત હોય છે, જ્યારે પુલવામાં હુમલો થયો અને આપણા ૪૦ જવાનો શહીદ થયા ત્યારે વડાપ્રધાન જીમ કોર્બેટમાં શૂટિંગ કરી રહ્યા હતાં.
હવે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, તેમને ઘણી સમસ્યાઓ છે, પછી તે લઘુત્તમ ટેકાના ભાવ હોય કે અન્ય માંગણીઓ, વડાપ્રધાન વિદેશમાં મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. જેના કારણે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તે ખેડૂત રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે તેના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. તેમના પર લાકડીઓ વરસાવવામાં આવી રહી છે. તેના રસ્તામાં ખીલ્લા લગાવવામાં આવ્યા છે. આ મોદીની ગેરંટી છે.
જો મોદીજી એમએસપીની ગેરંટી આપે તો હું સમજીશ કે મોદી ખરેખર ખેડૂતોના નેતા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી એમએસપી મામલે જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, ભાજપનો એક પણ નેતા આગળ આવીને બોલી રહ્યો નથી. મોજીદી ખેડૂતોને આત્મહત્યા કરવાની ગેરંટી આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial