Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૨૦૨૦-૨૧-૨૨ ના બે વર્ષ દરમ્યાન
નવી દિલ્હી તા. ૧૫ઃ રાજકીય પક્ષોને ડોનેશન આપ્યું હોય તેવા પાંચ હજાર નાગરિકોને ઈન્કમટેક્સે દાન અને આવકનો ટાંગામેળ થતો નહીં હોવાથી છેલ્લા બે વર્ષમાં નોટીસ પાઠવી હોવાના અહેવાલો છે.
આવકવેરા વિભાગે એવા ૫ હજાર લોકોને નોટીસ પાઠવી છે જેમણે ચૂંટણી પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોને દાન આપ્યું છે. મીડિયા અહેવાલો મુજબ આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજકીય પક્ષોને દાન આપનારા વ્યક્તિગત કરદાતાઓ અને કોર્પોરેટ કરદાતાઓને નોટીસ પાઠવી છે.
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બે નાણાકીય વર્ષોની તપાસ પછી અત્યાર સુધીમાં માત્ર ૫ હજાર લોકોને નોટીસ પાઠવવામાં આવી છે અને હજુ પણ વધુ લોકોને નોટીસ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવા રાજકીય પક્ષો કે જેઓ માત્ર પંચમાં નોંધાયેલા છે પરંતુ માન્યતા નથી, તેઓ માત્ર લોકો પાસેથી દાન એકત્રિત કરીને મની લોન્ડરીંગ અને કરચોરીની રમતમાં સામેલ હોય છે. આવકવેરા વિભાગે આવા પક્ષોને દાન આપનાર લોકોને આવકવેરા કાયદાની કલમ ૮૦જીજીસી હેઠળ નોટીસ પાઠવી છે.
આ ઉપરાંત અહેવાલના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં આવા પક્ષોને દાન આપનારાઓની ચકાસણી હજુ સુધી કરવામાં આવી નથી. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કરદાતાઓએ લગભગ ૨૦ રાજકીય પક્ષોને દાન આપ્યું છે જે ફક્ત ચૂંટણી પંચમાં નોંધાયેલા છે પણ માન્ય પક્ષ નથી. આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક દાતાઓના દાન અને તેમની આવક વચ્ચે કોઈ યોગ્ય મેળ થતો નથી. આવકવેરા વિભાગના અધિકારીઓને શંકા છે કે આવા દાન માત્ર કર મુક્તિ મેળવવા માટે કરવામાં આવ્યા હતાં અને દાનમાં આપેલી રકમ રોકડમાં પાછી લેવામાં આવી હતી, આમ ટાંગામેળ મળતો નહીં હોવાથી નોટીસ અપાઈ હોવાનું કહેવાય છે.
આ સિવાય કેટલાક કિસ્સાઓમાં દાતાઓએ તેમની કુલ આવકના ૮૦ ટકા અજાણ્યા રાજકીય પક્ષોને દાનમાં આપ્યા હતાં. નોંધનીય છે કે આવકવેરા કાયદાના નિયમો અનુસાર ચૂંટણી પંચ દ્વારા નોંધાયેલા અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને દાન આપનારા કરદાતાઓ દાનની રકમ પર ૧૦૦ ટકા આવકવેરામાં છૂટનો દાવો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અપ્રમાણિત પક્ષો એવા પક્ષો છે જે ચૂંટણી પંચમાં નોંધાયેલા તો છે પરંતુ કાં તો તે પક્ષ કોઈ ચૂંટણી લડતા નથી અથવા ચૂંટણીમાં યોગ્ય મત મેળવતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial