Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ જામનગરના બ્રહ્મસમાજના પ્રતિભાશાળી પાર્થ જયેશભાઈ પંડ્યા નિર્દર્શીત હિન્દી હોરર શોર્ટ ફિલ્મ
'રિચ્યુઅલ' રિલીઝ થઈ ચૂકી છે આ ફિલ્મ યુ-ટયુબ ચેનલ આઈએમપી ઈલ્યુશન મોશન પીકચર્સ પર રીલીઝ કરવામાં આવી છે.
'રિચ્યુઅલ' એવી ફિલ્મ છે જેને જોનાર દરેક વ્યક્તિનો આખી વાર્તા પર અલગ-અલગ દૃષ્ટિકોણ હશે. તે દર્શક પોતાની જ નૈતિકતા અને પોતાના પ્રિયજનોના મહત્ત્વ પર પ્રશ્ન કરવા મજબૂર થશે.
'રિચ્યુઅલ' એ એક ખામીયુકત છતાં કાર્યરત પરિવાર વિશેની એક ફિલ્મ છે. આ પરિવાર એક રહસ્ય છુપાવીને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે જે તેમને જીવંત રાખે છે.
નગરના સામાજિક અને બ્રહ્મ અગ્રેસર પી.સી. ખેતિયા, એડવોકેટ જયેશ પંડ્યા, નાટ્ય દિગ્દર્શક એન્કર લલીત જોશીની ઉપસ્થિતિમાં પ્રીમિયર રાખવામાં આવેલ હતું. આ એક હિન્દી હોરર શોર્ટ ફિલ્મ છે જેનું શુટિંગ જામખંભાળીયામાં કરવામાં આવ્યું હતું.
આ વિષય-વસ્તુ જ આ શોર્ટ ફિલ્મને બીજી બધી હોરર ફિલ્મ્સ કરતા અલગ પાડે છે. આ શોર્ટ ફિલ્મની મજબૂત, ભયાનક અને કરૃણ સ્ટોરી છે જેનું એક વિસ્ફોટક કાસ્ટ દ્વારા સ્ક્રીન પર ખૂબી પ્રદર્શન કરવામાં આવેલ છે. કપિલદેવ માર્થક, ઓમ જોશી, કાવ્યા જોશી, જીત ગોહિલ અને પ્રિયંકા ઘાટલીયા જેવા ઊગતા કલાકારોએ આ ફિલ્મમાં કલાના ઓજસ પાથર્યા છે. જેનું મુખ્ય શ્રેય લલીત જોશીને જાય છે જેઓએ ઓમ જોશી અને કાવ્યા જોશી જેા કલાકારોને તૈયાર કરેલ છે. ૧૬ મિનિટની આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ ડાયરેકશન, સિનેમટોગ્રાફી, લાયટિંગથી લઈને એડિટિંગ, સાઉન્ડ ડિઝાઈન, મિકસીંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર... આ તમામ પાસાઓ પાર્થ જે. પંડ્યા દ્વારા કરવામાં આવ્યા છે. આ શોર્ટ ફિલ્મ યુટયુબ પર રિલીઝ કરવા સાથે સાથે વિશ્વના મોટા ફિલ્મ -ફેસ્ટિવલ્સમાં સબમિટ કરવામાં આવશે. *્રી ઇટ્ઠૈહઙ્ઘટ્ઠહષ્ઠી હ્લૈઙ્મદ્બ હ્લીજંૈદૃટ્ઠઙ્મ* નો સમાવેશ કરવામાં આવે છે. આ શોર્ટ ફિલ્મ નાના બાળકોથી લઈને સિનીયર સિટીજન સુધીના તમામ સભ્યો સાથે બેસીને સહપરિવાર જોઈ શકે એવી મજેદાર ફિલ્મ છે અને પરિવારના બધા સભ્યોએ સાથે બેસીને એકવાર યૂટયુબ ચેનલ *ૈંસ્ઁ ૈંઙ્મઙ્મેર્જૈહ સ્ર્ંર્ૈહ ઁૈષ્ઠંેિીજ* પર અચૂક જોવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial