Advertisement
Author: નોબત સમાચાર

માતાજીના દર્શને જતા પદયાત્રીઓ વાહનની હડફેટે ચડતા ત્રણના મૃત્યુઃ પાંચ ઈજાગ્રસ્ત

હારીજ-ચાણસ્મા હાઈવે પર હીટ એન્ડ રન

અમદાવાદ તા. ૧પઃ હારીજ-ચાણસ્મા        રોડ પર માતાજીના દર્શને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને હડફેટે લેતા ૩ ના મૃત્યુ થયા છે અને પાંચ ઘાયલ થયા છે.

ગુજરાતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે એક સંઘ પગપાળા જતો હતો તે દરમિયાન અજાણ્યા વાહને સંઘને હડફેટે લીધો હતો.

આ ઘટનાની વધુ માહિતી મુજબ બહુચરાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણામાં ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંઘને હડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં ચાર લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh