Advertisement
Author: નોબત સમાચાર

કાળી પટ્ટી ધારણ કર્યા પછી શૈક્ષણિક કર્મચારીઓ આવતીકાલે કાળા કપડા પહેરીને કરશે વિરોધ

જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીને લઈને

ખંભાળીયા તા. ૧પઃ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંયુક્ત કર્મચારી મોરચા સંગઠન અને રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ ના આવતા રાજ્યના તમામ કર્મચારીઓ મંડળોના એલાન અનુસંધાને ગઈકાલથી આ આંદોલનાત્મક કાર્યક્રમનો પહેલો તબક્કો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવાનો શરૃ કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના જે. પી. પટેલ, ડો. શંકરસિંહ રાણા, ભાસ્કર પટેલ, પ્રિયવદન કોરાટ, કિશોરભાઈ ડાંગર વિગેરેએ પણ આ કાર્યક્રમોમાં સામેલ થવા આપેલ આદેશના અનુસંધાને રાજ્યની શાળાઓના પણ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજમાં જોડાયા હતાં તથા સામૂહિક રીતે ભેગા થઈને વિરોધ વ્યક્ત કર્યાે હતો.

૧૪/૧પ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવ્યા પછી તા. ૧૬/ર/ર૪ના કાળા કપડા પહેરી કર્મચારીઓ ફરજ બજાવશે તથા તા. ર૩-ર-ર૪ના રોજ ગાંધીનગરમાં બપોરે ૧ર થી ૩ ધરણા થશે તેમાં પણ સમગ્ર રાજ્યમાંથી કર્મચારીઓ જોડાનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh