Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેઠકોનો ધમધમાટઃ એડિ. કલેક્ટર, એસ.પી., ડીડીઓ, પ્રાન્ત અધિકારી સહિતનો કાફલો દ્વારકામાંઃ જમીન, ગગન અને દરિયામાં સતત પેટ્રોલીંગ
દ્વારકા તા. ૧પઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્રની બેઠકનો દોર શરૃ થઈ ગયો છે. અધિક કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને ડી.ડી.ઓ. તથા પ્રાંત અધિકારી દ્વારા સરકીટ હાઉસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને સ્થાનિક અગ્રણીઓ તથા તંત્રો સાથે પણ બેઠકો ગોઠવાઈ રહી છે.
ગઈકાલે દ્વારકામાં જિલ્લા પોલીસ વડા નિતેષ ૫ાંડેએ હોટલ એસોસિએશન સાથે કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજાઈ હતી. આ પછી ગઈકાલે બપોરના ચાર કલાકે દ્વારકાના સરકીટ હાઉસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેક્ટર તથા ડી.ડી.ઓ. અને પ્રાન્ત અધિકારી તથા જિલ્લા પોલીસ વડાએ તાલુકા તથા શહેરના બેટદ્વારકાના સ્થાનિકો તથા એન.જી.ઓ., વેપારી સંગઠન, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ, દ્વારકા નગરપાલિકા તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને તાલુકાના અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને વન-ટુ-વન ચર્ચા-વિચારણા કરી હતી.
બેઠકોના આ દોરની પ્રાથમિક ચર્ચા-વિચારણાના સાર મુજબ વડાપ્રધાન મોદી તા. ર૪ નું રાત્રિ રોકાણ જામનગર અથવા તો રાજકોટ અને ગાંધીનગર પણ કરી શકે છે. આમ છતાં પણ દ્વારકા સરકીટ હાઉસ તથા મીઠાપુરનો તાતા કેમિકલ્સ કાું.નો ડાયરેક્ટર બંગલો તથા બેટદ્વારકામાં પણ મોદીના ટૂંકા અથવા તો રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર પંડ્યાએ તા. ૯ ફેબ્રુઆરીના સરકીટ હાઉસ દ્વારકામાં કરેલી બેઠકની ફરી વખત સમીક્ષા કરવામાં આવી હતી અને સમીક્ષા પછી વહીવટી તંત્રએ સ્થાનિકોને મોદીના કાર્યક્રમ દરમિયાન દ્વારકા તથા બેટદ્વારકામાં વાતાવરણ ભાવ સાથે ભક્તિયમ ઉભું થાય અને સનાતન ધર્મના પ્રચારનો વ્યાપ વધે તથા દ્વરકાની પ્રાચીન ગરિમાનો વારસો જીવંત રહે તેવા હેતુસર વડાપ્રધાનની મુલાકાત વખતે ધર્મમય અને રંગારંગ ઉત્સાહ સાથેનો ઉત્સવ ઉજવાય તેવો ભાવપૂર્વકનો માહોલ ઊભો કરવા વહીવટી તંત્રએ બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદી તા. રપ ના સવારે હેલિકોપ્ટર મારફતે અથવા તો ચાર્ટર પ્લેન મારફતે ઓખાના નેવી મથકે અથવા તો બેટદ્વારકા કે પછી દ્વારકાના હેલીપેડ ઉપર ઉતરાણ કરે તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
મોદી સીધા બેટદ્વારકા જઈને પરત દ્વારકાધીશજીના દર્શન કરે અને દ્વારકામાં જાહેર સભાને સંબોધન કરે તેવો કાર્યક્રમ પણ સંભવતઃ યોજાઈ શકે છે.
પીએમના કાર્યક્રમની હાઈલાઈટ્સ
દ્વારકા પશ્ચિમ છેવાડાનો સમુદ્ર કિનારો આવેલો ભારતની અંતિમ સીમા હોઈ જેથી ભારતના કોસ્ટ ગાર્ડના વડાએ ત્રણ દિવસ દરમિયાન સુરક્ષાની કરી સમીક્ષા.
નેવીના વડા પણ તા. ર૪ અને રપ ના દ્વારકા સુરક્ષાના મુદ્દે આવી રહ્યા છે.
બેટદ્વારકા તથા દ્વારકાના રૃક્ષ્મણી મંદિર પાસે હેલિકોપ્ટરના ઉતરાણ માટે હેલીપેડ સંપૂર્ણ રીતે તૈયાર
દ્વારકા શહેર તથા બેટદ્વારકાના આંતરિક માર્ગો તથા હાઈ-વે માર્ગોનું થયું નવીનિકરણ.
દ્વારકાધીશ મંદિર પરિસર તથા બેટદ્વારકા આસપાસની જાહેર જગ્યાઓ ઉપર દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરાયા.
બેટદ્વારકા તથા દ્વારકાના મંદિરો તથા શહેરમાં સફાઈ ઝુબેશ શરૃ કરી સફાઈ કામદારોની ટુકડી જિલ્લા બહારથી બોલાવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતા માર્ગો ઉપર પોલીસનું સફળ ચેકીંગ સાથે પોસ્ટ શરૃ કરાઈ.
દેવભૂમિ દ્વારકા તથા બેટદ્વારકાની મુલાકાત લઈ જિલ્લા પોલીસ વડા પાંડેએ કર્યું ફૂટ પેટ્રોલીંગ.
દ્વારકા શહેરની ત્રિજિયામાં સુરક્ષા એજન્સીએ સમુદ્ર સહિતના વિસ્તારોમાં હેલિકોપ્ટર મારફત પેટ્રોલીંગ શરૃ કર્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial