Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે ૧૫૨ જહાજો અને ૭૮ એરક્રાફ્ટ ધરાવતા
જામનગર તા.૧૫: ભારતીય તટ રક્ષક દળ દ્વારા ગત તા.૧-૨-૨૪ના ૪૮મા રાઈઝીંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
૧૯૭૭માં માત્ર સાત સરફેસ પ્લેટફોર્મ સામે સાધારણ શરૃઆતથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોતાની ઈન્ટરવેન્ટરીમાં ૧૫૨ જહાજો અને ૭૮ એરક્રાફટ સામે એક પ્રચંડ દળમાં વિકાસ પામ્યું છે અને ૨૦૨૩ના વર્ષ સુધીમાં ૨૦૦ સરફેસ પ્લેટફોર્મ તેમજ ૧૦૦ એરક્રાફ્ટ ધરાવતા દળ તરીકે વિસ્તરણ થવાનું લક્ષ છે.
અત્યાર સુધીમાં તેમણે ૧૧૫૫૪થી વધુ જીવ બચાવ્યા છે. વર્ષ ૨૦૨૩મા ૨૦૦ જીવન બચાવ્યા છે.
ભારતમાં સમુદ્રી ઝોનમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા દરરોજ ૫૦થી ૬૦ જહાજો અને ૧૦થી ૧૨ વિમાનો તૈનાત કરી ૨૪ કલાક સર્તકતા જાળવી રાખે છે.
સમુદ્રમાં સતર્કતાના પરિણામે અત્યાર સુધીમાં ૧૫૩૪૩ કરોડના શસ્ત્રો, પ્રતિબંધિત અને માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે. માત્ર વર્ષ ૨૦૨૩મા જ ૪૭૮ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડ મેઈક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનને અનુરૃપ સ્વદેશી અસ્કયામતો સામેલ કરવામાં અગ્રેસર છે. હાલ ત્રણ શીપ યાર્ડમાં ૨૧ જહાજોનું કામ ચાલે છે. બે ડોનીયર એરક્રાફ્ટ ખરીદીનો કરાર સંપન્ન કરવામાં આવ્યો છે. ઈ એડવાન્સડ લાઈટ હેલિકોપ્ટર માટેનો કરાર ટૂંક સમયમાં ફાઈનલ થઈ જશે.
ઉપરાંત પરિચલન ક્ષમતા મજબૂત કરવા ૮ ડોનીયર એરક્રાફટ અને ૬ મલ્ટી મીશન મેરીટાઈમ સર્વેલન્સ એરક્રાફટની ખરીદી કરવાની કામગીરી ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શુભેચ્છા પાઠવી હતી અને પ્રશંસા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial