Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના જામનગર અને રાજકોટના કોર્પોરેટરોનો દ્વારકામાં પ્રશિક્ષણ વર્ગ સંપન્ન

સાંસદ, પદાધિકારીઓ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

જામનગર તા. ૧૫ઃ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના યજમાન સ્થાને જામનગર મહાનગર તથા રાજકોટ મહાનગરના કોર્પોરેટર તથા શિક્ષણ સમિતિના સભ્યોનો બે દિવસનો અભ્યાસવર્ગ દ્વારકામાં યોજાયો હતો. જેમાં આગામી ચૂંટણીમાં કોર્પોરેટરની ભૂમિકા સોશિયલ મીડિયાનો ઉપયોગ જનહિતની કામગીરી વિવિધ સરકારી યોજનાઓ વિગેરે વિષયો ઉપર ઉદ્બોધનો કરાયા હતાં.

સાત સત્રમાં યોજાયેલા પ્રથમ સત્રના પ્રારંભમાં વિષય લોકસભા ચૂંટણી અંગે આર.સી. ફળદુ પ્રદીપભાઈ ખીમાણી શબ્દસરણભાઈ બ્રહ્મભટ્ટ, મનનભાઈ દાણીના ઉદ્બોધનો થયા હતાં.

વર્ગના પ્રથમ દિવસે ઉપરોકત ચાર સત્ર ચલાવવામાં આવેલ તથા અભ્યાસ વર્ગના બીજા દિવસે કુશળ જનપ્રતિનિધિ-કાર્યાલય, જન-સંપર્ક, પ્રવાસ ઉપર ડોકટર સમીર કગલકરજી દ્વારા ઉદબોધન પછી કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને તેનું ૧૦૦ ટકા ક્રિયાન્વયન ઉપર જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે ઉદ્બોધન કર્યું હતું.

અભ્યાસ વર્ગના અંતિમ સત્ર વિષય, પાર્ટી, ઈતિહાસ, વિચારધારા, જન ભાગીદારીતા ઉપર રવિન્દ્ર સાઠેજી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ વર્ગનું આયોજન તથા વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરવામાં આવી હતી. જેમાં વિવિધ ટીમોમાં વિવિધ હોદ્દેદારોએ જવાબદારી નિભાવેલ. જે પૈકી વર્ગ સ્થાન વ્યવસ્થા કેતનભાઈ જોશી, અમીબેન પરીખ, વર્ગખંડ વ્યવસ્થા દિનેશભાઈ ગજેરા, મંચ વ્યવસ્થા રાજપાળભાઈ ગઢવી, સત્ર સંચાલન અધ્યક્ષ વ્યવસ્થા ખુમાનસિંહ સરવૈયા, મલ્ટીમીડિયા વ્યવસ્થા ધવલ નાખવા - મૃગેશ દવે, રજીસ્ટ્રેશન વ્યવસ્થા દિલીપસિંહ જાડેજા, વિરલ બારડ, કીટ તૈયાર કરનાર ટીમ નિશાનભાઈ અગારા - ચિંતન ચોવટીયા, પ્રદર્શનની તૈયાર કરનાર ગોપાલભાઈ સોરઠીયા, આંતરિક તથા બાહ્ય સજાવટ દુષ્યંતભાઈ સોલંકી, વીડિયો તથા ફોટોગ્રાફી રાજુભાઈ યાદવ, સ્વચ્છતા વ્યવસ્થા દિપકભાઈ શ્રીમાળી, વકતા પ્રબંધન અશોકભાઈ વશિયર, વર્ગગીત વંદે માતરમ ગાન મોનિકાબેન વ્યાસ, પર્યવેક્ષક વ્યવસ્થા કે જે કનખરા, ભોજન અલ્પાહાર વ્યવસ્થા દિલીપસિંહ કંચવા, મીડિયા પ્રબંધનની જવાબદારી ભાર્ગવ ઠાકરે અને કાર્યક્રમના ઈન્ચાર્જ તરીકે મહામંત્રી વિજયસિંહ જેઠવાએ જવાબદારી નિભાવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ, કાર્યક્રમના ઈન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત જામનગર- રાજકોટના કોર્પોરેટરો તથા શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. તેમ ભારતીય જનતા પાર્ટી, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh