Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે લોન અપાવવાના બહાને બાવન હજાર પડાવ્યાઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના એક આસામીએ કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થયા પછી આવી રહેલા પોતાની પુત્રીના લગ્ન કરવા માટે ચાર શખ્સ પાસેથી ઉંચા વ્યાજે રકમ ઉછીની મેળવ્યા પછી તેનું વ્યાજ ચૂકવ્યા પછી પણ ચાર શખ્સે કડક ઉઘરાણી કરી તેમના પુત્રને પતાવી દેવાની ધમકી આપતા અને એક શખ્સે લોન અપાવી દેવાના નામે રૃા.૫૨ હજાર પડાવી લેતાં કંટાળેલા આ વ્યક્તિએ વિષપાન કર્યું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક મહાવીર નગર શેરી નં.રમાં રહેતા પરસોત્તમભાઈ વાસુભાઈ ચાંદ્રા નામના પ્રૌઢનો વ્યવસાય કોરોનાકાળ દરમિયાન ઠપ્પ થઈ ગયો હતો. તે પછી વર્ષ ૨૦૨૧માં પરસોત્તમભાઈના પુત્રીના લગ્ન આવ્યા હતા.
પુત્રીના લગ્ન માટે હાથ ઉપર રકમ ન હોવાથી પરસોત્તમભાઈએ દેવું કર્યું હતું. તેઓએ અશોક મુળજી નંદા, ગ્રેઈન માર્કેટમાં પંકજ ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા પંકજ લોહાણા, ભરત મુળજી નંદા તથા વિનોદ ત્રિકમદાસ ખાનીયા પાસેથી સાત ટકાથી દસ ટકા વ્યાજે રકમો મેળવી હતી. તેની પરત ચૂકવણી પણ પરસોત્તમભાઈએ કરી હતી.
આમ, છતાં અશોક, પંકજ, ભરત તથા વિનોદ અવારનવાર કડક ઉઘરાણી કરતા હતા અને પૈસા ન મળે તો પરસોત્તમભાઈ ના પુત્ર અનિશને પતાવી દેવાની ધમકી પણ આપતા હતા. તે દરમિયાન અમિત દોશી નામના શખ્સનો પરિચય થયો હતો. તેણે લોન અપાવી દેવા માટે વાત કર્યા પછી રૃા.૫૨ હજાર પરસોત્તમભાઈ પાસેથી લઈ લીધા હતા. આ રકમ અમિત પાછી આપતો ન હતો.
ચાર વ્યાજખોર સતાવી રહ્યા હતા ત્યારે એક શખ્સે લોન અપાવવાના નામે આવી રીતે રૃા.૫૨ હજાર પડાવી લેતાં કંટાળી ગયેલા પરસોત્તમ ભાઈએ ગઈકાલે હિરજી મિસ્ત્રી રોડ પર નવાનગર બેંકની મુખ્ય શાખા નજીકના મેદાનમાં જઈ ઝેરી દવા પી લીધી છે. તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. ત્યાંથી તેઓએ પાંચેય શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial