Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજ્ઞાનમેળામાં ૩૬ બાળકોઃ ૧૮ જેટલા પ્રોજેકટ
મીઠાપુર તા. ૭: ઓખા મંડળ તાલુકાના મીઠાપુરમાં આવેલ શ્રી મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ, શ્રી બાલ મંદિરમાં તા. ૧૧ના નાના-નાના તારલાઓએ તૈયાર કરેલા પ્રોજેકટોનો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. આ વિજ્ઞાનમેળાને શ્રી એન. કામથ સી.એમ.ઓ. મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા બાળકોને સાથે રાખી કાર્યક્રમ ખૂલ્લો મૂકાયો હતો.
આ તકે શ્રી કામથની સાથે નીરવ જોશી, હિતેન્દ્ર પાઢ, આર.કે. શર્મા, શ્રીમતી કામથ, સંસ્થાના ટ્રસ્ટી, તેમજ ઉપસ્થિત રહ્યા હતાં. મહેમાનોએ તમામ પ્રોજેકટોને નિહાળ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં ૩૬ બાળકોએ ભાગ લીધો હતો જેમાં ઋતુઓ, શરીરની ઈન્દ્રિયો, પાણી બચાવો તથા પાણીના સ્ત્રોતને લગતા ૧૮ જેટલા પ્રોજેકટ તૈયાર કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, તમામ શિક્ષકગણ તેમજ બાળકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial