Advertisement
Author: નોબત સમાચાર

રવિન્દ્ર જાડેજાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૦૦ વિકેટોની સોનેરી સિદ્ધિ

હાલારનું ગૌરવ

જામનગર તા. ૭: જામનગરના ક્રિકેટ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટની રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બોલીંગમાં સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હાલારનું ગૌરવ વધાર્યું છે.

રવિન્દ્ર જાડેજાએ નાગપુરમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલા વન ડે મેચમાં ત્રણ વિકેટો ઝડપવા સાથે ટેસ્ટ મેચ, વન ડે અને ટી-૨૦ના આંતરરાષ્ટ્રીય મેચોમાં ૬૦૦ વિકેટો ઝડપી છે. ફેબ્રુઆરી-૨૦૦૯માં શ્રીલંકા સામે વન ડે તથા ટી-૨૦ માટે ભારતીય ટીમમાં પસંદગી પામી તેણે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ૨૦ ડીસેમ્બર ૨૦૧૨માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું. જયારે આઈપીએલમાં ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમીને પ્રવેશ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ ૮૦ ટેસ્ટમેચમાં ૩૨૩ વિકેટ, ૧૯૭ વનડે મેચમાં ૨૨૦ વિકેટ તથા ૭૪ ટી-૨૦ મેચમાં ૫૭ વિકેટો ઝડપી છે. જયારે આઈપીએલમાં ૨૪૦ મેચમાં ૧૬૦ વિકેટો ઝડપી છે.

રવિન્દ્ર જાડેજાએ બેટીંગમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ મેચમાં ૩૩૭૦ રન, વનડેમાં ૨૭૫૬ રન અને ટી-૨૦ મેચોમાં ૫૨૭ રન મળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૬૫૩ રન ફટકાર્યા છે. જયારે આઈપીએલની મેચોમાં કુલ ૨૯૫૯ રન કર્યા છે. ફિલ્ડીંગમાં પણ ગજબનાક સ્ફૂર્તિ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૧૪૮ કેચ કર્યા છે.

આમ એક ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાએ શ્રેષ્ઠ રેકોર્ડ બનાવી હાલારનું ગૌરવ વધાર્યું છે. રવિન્દ્રને જુડ્ડુના નામથી સૌ આવકારે છે. તો ઓસ્ટ્રેલીયાના સુવિખ્યાત બોલર શેન વોર્ન તેને સરનું બિરૂદ આપી રવિન્દ્રને સન્માન આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh