Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ હર્ષદ તરફ જવાના દેવળિયા-ગાંગડી રોડ સહિત
ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૭.૬૩ કરોડના રોડના નવા કામો મંજૂર થતા આગેવાનોની જહેમત ફળી છે અને હર્ષદ તરફ જતા માર્ગના વિસ્તૃતિકરણનું કામ મંજૂર થતા લોકોને રાહત થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક તથા આગેવાનોની રજૂઆતોને કારણે રાજ્ય સરકાર દ્વારા ૩૭.૬૩ કરોડના નવા રોડના કામો રોડ પહોળો કરવાની કામગીરીના કામો, રોડ મજબૂતીકરણના કામો મંજૂર થતાં તથા પ્રક્રિયા શરૂ થતાં ગ્રામ્યજનોમાં ભારે આનંદ સાથે રાહતની લાગણી ફેલાઈ છે.
ભાણવડ તાલુકાના ફતેપુર સઈ દેવળીયા, ચોખંડા રોડ જે ૨૩.૬૦ કિ.મી.નો નવો બનવાનો છે તે ૧૮.૭૧ કરોડ રૂપિયા ફાળવાયા છે જેનો સર્વે થઈ જતાં ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. કલ્યાણપુર તાલુકાના હર્ષદ યાત્રાધામ જવા માટે ખૂબ ઉપયોગી દેવળીયા પાયલાણા ગાંગડી રોડ જે ૧૨ કિલોમીટરનો રીસરફેસીંગનો મંજૂર થયો તેના નકશા સર્વે પ્લાન બની ગયા છે તથા ટી.એસ. આવે ટેન્ડરીંગ થશે ૭.૭૫ કરોડના ખર્ચે આ રસ્તો બનશે. ભાણવડ ચોખંડાથી ખંભાળિયાના ભંડારીયા સુધીનો રસ્તો સાત મીટર પહોળો કરવા તથા નવો બનાવવા માટે રૂ. ૩.૬૬ કરોડ મંજૂર થયા છે જેની નકશા સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. દ્વારકાના જુના ચરકલાનો ૬ કિલોમીટરનો રસ્તો ૩.૮૫ કરોડના ખર્ચે મંજૂર થયો છે જે રીસર ક્રેસીંગ કરવામાં આવશે. ખંભાળિયાના મોવાણ, માધુપુર, જુવાનગઢ રોડ રૂ. ૯.૧૦ કરોડના ખર્ચે રીસરફેસીંગ તથા મજૂબતી કરવા મંજુર થયું છે જેનું ટેન્ડર બહાર પડયું છે.
દ્વારકા પી.ડબલ્યુ.ડી. સ્ટેટના કાર્ય. ઈજનેર યુ.બી. ચૌધરીની આગેવાનીમાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુરના ના.કા.ઈ. દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial