Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ લાખ રૂપિયાની છેતરપીંડીના કેસમાં
લુધિયાણા તા. ૭: રૂ. ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત કેસમાં લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ બોલિવુડ અભિનેતા સોનુ સૂદની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરૂવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે, શુક્લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં જ ફિલ્મ ફતેહ કરનાર અભિનેતા સૂદને વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે તેમના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે આ વોરંટ જારી કર્યું છે. અને અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સોનુ સૂદને સમન્સ અથવા વોરંટ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે પરંતુ તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયો છે (સમન્સ અથવા વોરંટની બજા ટાળવાના ઈરાદાથી ફરાર થઈ ગયો છે અને ભાગી ગયો છે). સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.
આ આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તમને આ વોરંટ ૧૦-૦૨-૨૦૨૫ના અથવા તે પહેલાં પરત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે જેમાં તે તારીખ અને રીત પ્રમાણિત કરવામાં આવી છે કે તે કઈ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે, અથવા તે શા માટે અમલમાં મૂકવામાં આવ્યું નથી. આ કેસની આગામી સુનાવણી ૧૦ ફેબ્રુઆરીએ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial