Advertisement
Author: નોબત સમાચાર

ડો. તનુજા નેસરીની ઈટ્રાના નવા ડાયરેકટર તરીકે નિયુકિત

દ્રવ્ય ગુણવિભાગમાં પીએચડીઃ વિવિધ સંસ્થાઓમાં હોદ્દો ધરાવતા

જામનગર તા. ૭: ઈટ્રાના નવા ડાયરેકટર તરીકે ડો. તનુજા નેસરીની નિયુકિત થઈ છે. ડો. તનુજા નેસરીએ પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમ.ડી. અને પીએચ.ડી શિક્ષણ દ્રવ્યગુણ વિભાગમાં આઇ.પી.જી.ટી. એન્ડ આર.એ. જામનગરમાં જ (ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) સંપન્ન કર્યું છે. તેઓ આયુષ મંત્રાલયના હેલ્થ સેક્ટર સબ-સ્કિલ કાઉન્સિલના ચેર તરીકે નિયુક્ત થયેલાં છે. નેસરીજી નેશનલ મેડિશ્નલ પ્લાન્ટ બોર્ડના સી.ઇ.ઓ. તરીકે, તિલક આયુર્વેદ કોલેજ પુનામાં પ્રિન્સિપાલ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે, તારાચંદમાં માનસ રોગ અને કાયચિકિત્સા વિભાગના વડા તરીકે, પુના અને નાસિક હેલ્થ યુનિવર્સિટીના શિક્ષણ અને સંશોધન કમિટીના સભ્ય તરીકે ઉપરાંત અનેક નામી સંસ્થાઓમાં તજજ્ઞ અને વિષય નિષ્ણાત તરીકે કાર્ય કરી રહૃાાં છે.

હાલમાં ડો. તનુજા નેસરી ઇન્સટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર તરીકે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશનના મેમ્બર તરીકે, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનના બોર્ડ મેમ્બર તરીકે તેમજ દેશની પ્રસિદ્વ યુનિવર્સિટી અને સંસ્થાનોના એકેડમિક બોર્ડના સભ્ય તરીકે સેવા આપી રહૃાાં છે. જિવાજી યુનિવર્સિટી ગ્વાલિયર્ના આંતરરાષ્ટ્રીય બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપી રહૃાાં છે. ભારત સરકારના સીસીઆર એએસના સાયન્ટિફિક એડવાઇઝર બોર્ડના સભ્ય તરીકે, નેશનલ મેડિસનલ પ્લાન્ટ બોર્ડની ટેક્નિકલ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય તરીકે, ગોવર્ધન આયુફાર્માના રાષ્ટ્રીય કક્ષાના માલન્યુટ્રીશન મુક્ત અભિયાનની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્ય તરીકે, જવાહર નેશનલ યુનિવર્સિટીના સંસ્કૃત અને ઇન્ડિક સ્ટડિઝ વિભાગના તજજ્ઞ તરીકે, ભારતીય ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટીના સાઇન્ટિફિક પેનલના સભ્ય તરીકે કાર્યરત છે. તેઓના નેજા હેઠળ આ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસક્રમ વિકાસ, સંશોધન, નીતિ નિર્ધારણ અને અસરકારક આયુર્વેદ શિક્ષણથી આયુર્વેદ વિકાસ બાબતે ઘણાં કાર્યો કરી ચૂક્યાં છે.

ડો. તનુજા નેસરી છેલ્લા ૨૯ વર્ષથી દ્રવ્યગુણ અને રસશાસ્ત્રના સંશોધનમાં સુરક્ષા અને ઔષધિ છોડની સક્ષમતા માટે શૈક્ષણિક કાર્ય સુપેરે પ્રદાન કર્યું છે. તેઓને વર્ષ ૨૦૦૫નો આયુર્વેદના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ હાંસલ કર્યો છે. ડો. તનુજા મેડમના વડપણમાં અને માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં ૩૩ એમ.ડી., ૨૦ પીએચ.ડી., અને ૩ એમ.ફીલ. કક્ષાના વિદ્યાર્થીઓ પોતાના સંશોધન પૂર્ણ કર્યાં છે. તેઓના માર્ગદર્શનમાં અનેક સી.એમ.ઇ., વર્કશોપ, પ્રદર્શનો, સેમિનાર અને પરિસંવાદો દેશ અને વિદેશોમાં સફળતાપૂર્વક યોજવામાં આવી ચુક્યાં છે.

ડો. નેસરી દ્વારા ત્યાર સુધીમાં ૨૧ જેટલાં ક્લિનિકલ રિસર્ચના પ્રોજેક્ટ્ને પ્રમુખ સંશોધક તરીકે પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ્સમાં દેશ અને દુનિયાની ખ્યાતનામ સરકારી અને આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓ પણ સહભાગી બની રહી હતી. ડો. તનુજા દ્વારા ૭૪ સંશોધન પત્રો અને ૯૧ રિવ્યુ આર્ટીકલો પ્રસિદ્વ થઇ ચૂક્યાં છે. તેઓ દ્વારા ૧૫ જેટલાં અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાના પુસ્તકોનું સંપાદન કરવામાં આવ્યું છે, એટલું જ નહીં પરંતુ પ્રતિષ્ઠિત જર્નલના પ્રકાશનમાં તેઓ એક્ઝિક્યૂટિવ એડિટર રિવ્યુઅર તરીકે કાર્ય કરી રહૃાાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh