Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાતમીના આધારે ૧૦૦ અધિકારીઓ સાથે રપ ટીમો ત્રાટકીઃ નગરની મુખ્ય ફેક્ટરીમાં સઘન તપાસઃ ખળભળાટ
જામનગર તા. ૭: રાજ્યમાં મીઠાના અનેક ધંધાર્થીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમાં જામનગરના મીઠાના એક વ્યવસાયકારનો સમાવેશ થાય છે. કુલ અધિકારીઓની અલગ-અલગ રપ ટીમો દેવ સોલ્ટના ૧પ સ્થળો તથા મુખ્ય ફેક્ટરી પર ત્રાટકી છે.
રાજ્યના જુદા જુદા શહેરોમાં મીઠા ઉત્પાદકો, ધંધાર્થીઓને ત્યાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જામનગરમાં મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ સોલ્ટ પ્રા.લિ.નો અલગ-અલગ મિલકતોમાં પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમના મીઠા ઉત્પાદન યુનિટ માળિયામાં છે. ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પેઢીના સંચાલકો ડી.એસ. ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાને ત્યાં પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે મળતા વિસ્તૃત અહેવાલો મુજબ ગુજરાતમાં જાણીતા મીઠાના વેપારી દેવ સોલ્ટને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે રેડ કરી છે અને અમદાવાદ, જામનગર, માળિયામાં ડી.એસ. ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિતના ૧૬ વેપારીને ત્યાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. માર્ચ એન્ડીંગ પહેલા બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર રેડ પાડવામાં આવી છે. રાજકોટ-અમદાવાદની ટીમ દ્વારા તપાસ આજે (૭ ફેબ્રુઆરી) વહેલી સવારથી જ અમદાવાદ, જામનગર, મોરબીના માળિયામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા એસજી હાઈવે પર આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યુ છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોસ્ટ વિસ્તારમાં મોટા કોર્પોરેટ હાઉસમાં રેડ પડતા સન્નાટો છવાયો છે.
દેવ સોલ્ટ ગ્રુપની લોકેશન પર આજે વહેલી સવારથી ઈન્કમ ટેક્સ વિભાગે રપ અલગ અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં લગભગ ૧૦૦ જેટલા અધિકારી અને કર્મચારી જોડાયા છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા માળિયા મિયાણાના હરિપર નજીક આવેલી દેવ સોલ્ટની મુખ્ય ઉત્પાદન ફેક્ટરી ઉપરાંત જામનગર અને અમદાવાદમાં આવેલીી ઓફિસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૂળ જામનગર અને અમદાવાદમાં ઓફિસ ધરાવતા આ ગ્રુપ સામે આવકવેરા વિભાગે એક સાથે ત્રણેય સ્થળે દરોડા પાડ્યા છે.
ગુજરાતના કોઈ મોટા રાજકીય નેતાના નજીકના કુટુંબીજન થતા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા સોલ્ટ ગ્રુપ ઉપર દરોડા પૂર્વે રાત્રિથી જ ગુપ્ત રાહે કાર્યવાહી કરવામાં આવી હતી. આયકર વિભાગના અધિકારીઓને પહેલા રાજકોટ પછી ચોટીલા આસપાસ રોકાણ કરવામાં આવ્યું હતું અને સવારે ૪ કલાકે દેવ સોલ્ટ ગ્રુપ ઉપર તપાસ કરવા હુકમ થયો હતો તેમ સૂત્રો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial