Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેમ જેમ જમીન ખુલ્લી થતી જાય તેમ તેમ રસ્તો બનાવવાની સમાંતર કામગીરી શરૂ
ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પાલિકા દ્વારા અહીંના મિલન ચાર રસ્તા પાસેથી ખામનાથ તરફ જતા રસ્તા પર આવેલા કેટલાક આસામીઓ દ્વારા રસ્તા પર દબાણો કરાતા કેટલાક સ્થળે રસ્તો સાંકડો થઈ ગયો હોય તથા દબાણકર્તાઓ પોતાના પાણી ગંદા કચરા રસ્તા પર નાખતા હોય, ઈન્ચાર્જ ઓફિસર રાહુલ કરમુર તથા પાલિકા ઈજનેર એન.આર. નંદાણિયા દ્વારા રપ થી ૩૦ આસામીઓને નોટીસો આપવામાં આવી હતી જે પછી નિયત સમયમર્યાદા પૂર્ણ થતા હીટાચી તથા જેસીબી મશીનોથી ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ચાર રસ્તાથી ખામનાથ તરફ જતા રસ્તાની એક બાજુના ૧પ જેટલા દબાણો, મકાનો, દીવાલો પાડવામાં આવ્યા હતાં તથા હવે બીજી બાજુના દબાણો હટાવવાના શરૂ થયા છે.
તેલી નદી, વિજય સિનેમા રોડ તરફથી પોરબંદર રોડ તરફ જવાના શોર્ટકટનો અડધો રસ્તો બની ગયો હોય, બાકીનો રસ્તો બનાવવાના સ્થળે દબાણો હોય, તેમને પણ નોટીસો અપાઈ હતી જે પછી પાડવાની કામગીરી શરૂ કરીને સૂચનાથ પાસે પણ ત્રણ મોટા દબાણો પાડવાની કામગીરી શરૂ કરીને તોડી પડાયા છે જ્યારે હજુ આઠેક દબાણો પાડવાનું કાર્ય ચાલુ છે. હજુ ૩/૪ દિવસ આ ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે તેમ ડિમોલેશન ઈન્ચાર્જ નંદાણિયાએ જણાવ્યું છે. સાથોસાથ જેમ દબાણો હટતા જાય તેમ રસ્તો બનાવવાની કામગીરી પણ ચાલુ રખાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial