Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના સમલૈંગિક યુવાનનો વીડિયો ઉતારી નગરના યુવાને બ્લેકમેઈલીંગ કર્યું

રાજકોટ પોલીસે આરોપીની કરી ધરપકડઃ

જામનગર તા.૭ : જામનગરના એક શખ્સે રાજકોટના સમલૈંગિક યુવાનનો નગ્ન વીડિયો ઉતારી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ.૬પ હજાર રોકડા અને રૂ.૩૬,૮૦૦ની કિંમતનો મોબાઈલ ક્રેડીટ કાર્ડ પર ખરીદી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી સામે જામનગરમાં પણ ઠગાઈનો ગુન્હો નોંધાયેલો છે.

રાજકોટના કાલાવડ રોડ પર વસવાટ કરતા એક યુવાને જામનગરના રહેવાસી શૈલેન્દ્ર સિંગ સુરેન્દ્રસિંગ નીરબન નામના શખ્સ સામે રૂપિયા એકાદ લાખની મત્તા પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ કોલેજમાં અભ્યાસ કરતા આ યુવાન સાથે થોડા વખત પહેલાં શૈલેન્દ્રસિંગ ઉર્ફે પ્રકાશનો સોશિયલ મીડિયાની એકથી પરિચય થયા પછી સમલૈંગિક એવા આ યુવાન સાથે વીડિયો કોલમાં પ્રકાશે વાત કરી હતી અને ગયા મંગળવારે તેને મળવા માટે પ્રકાશ રાજકોટ આવ્યો હતો. ત્યાંની એક હોટલમાં ઉતર્યાે હોવાનું ફોન કરીને જણાવાતા આ યુવાન પ્રકાશને મળવા પહોંચ્યો હતો જ્યાં બંને વ્યક્તિ સ્નાન કરવા માટે એક સાથે બાથરૂમમાં ગયા જ્યાં તે યુવાનનો નગ્ન વીડિયો ઉતારી લઈ શૈલેન્દ્રસિંગે તે વીડિયો આ યુવાનને બતાવી બ્લેકમેઈલીંગ કર્યું હતું.

ગભરાઈ ગયેલા આ યુવાને તે વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ કરવામાં ન આવે તે માટે પોતાના બે ખાનગી બેંકના ખાતામાંથી રૂ.૬પ હજાર આપી દીધા હતા. તે ઉપરાંત આ યુવાનનું ક્રેડીટ કાર્ડ, આધાર કાર્ડ અને ફોન પોતાની પાસે રાખી લઈ પ્રકાશે રાજકોટની મોબાઈલની એક દુકાનમાંથી રૂ.૩૬૮૦૦ની કિંમતનો મોબાઈલ ક્રેડીટ કાર્ડ પર ખરીદી લીધો હતો. તે પછી હોટલે પાછા આવી આધારકાર્ડ અને ફોન પાછા આપી આ વાત કોઈ સાથે કરીશ તો તારો વીડિયો વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી શૈલેન્દ્રસિંગ ઉર્ફે પ્રકાશની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જામનગરના એક આસામીને ફ્રીઝ થઈ ગયેલા બેંક એકાઉન્ટને ઓપન કરાવવા માટે પૈસા આપવાનું કહી રૂ.૮,૫૦,૧૦૦ મેળવી તેની ઉપર રૂ.પ લાખ આપવા લાલચ બતાવી શૈલેન્દ્રસિંગે ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ થયા પછી તાજેતરમાં આ શખ્સે તે ગુન્હામાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જામનગરની અદાલતે તે અરજી નામંજૂર રાખી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh