Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તા, પાર્કિંગ, દબાણો, ટ્રાફિક અંગે અમદાવાદ મનપાને
જામનગર તા. ૭: જામનગર શહેર ભલે મહાનગર કહેવાતું હોય, પણ ખરેખર તો ટ્રાફિક અને ભંગાર રસ્તાઓના કારણે મહાવ્યથાનગર જેવુ બની ગયુ છે. આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ મહાનગર પાલિકાની રસ્તા, પાર્કિંગ, દબાણો, ટ્રાફિક સમસ્યા અંગે કરેલી આકરા શબ્દોમાં ટકોરનું સંજ્ઞાન આપણા મહાનગરના મુરબ્બી મ્યુનિ. કમિશ્નર સાહેબ તેમજ પોલીસવડાએ પણ લેવાની ખાસ જરૂર છે.
અમદાવાદ મહાનગર પાલિકાને ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે નાગરિકોના જીવને જોખમમાં મુકનારા અને કાયદો તોડનારા તત્વો સામે સખ્તાઈથી કામગીરી કરો.
શહેરના ભંગાર-વિસ્તાર માર્ગો, ટ્રાફિક સમસ્યા, રસ્તાઓ પર લારી-ગલ્લાના દબાણો, રોંગ સાઈડ, વનવે નિયમનો ભંગ, મુખ્ય માર્ગો, ચોકડીના ટર્નીંગ પર લારી-ગલ્લા, રિક્ષાઓ તથા રખડતા ઢોરના અડીંગાના કારણે મોટાભાગનો રોડ દબાણોવાળા થઈ ગયા છે. રાહદારીઓ અને વાહનોની અવર-જવર માટે માત્ર ૩૦ ટકા જેટલો જ રસ્તો બાકી રહે છે. કાયદાનો સરેઆમ ભંગ કરનારા તત્ત્વો ફરીને ત્યાં જ નિયમ ભંગ કરતા જોવા મળે છે.
આ પરિસ્થિતિમાં અમારે કાયમી નિરાકરણ જોઈએ છે. ભંગ દ્વારા સખ્તાઈથી નિયમિત ધોરણે પરિણામલક્ષી કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટના આ દિશા નિર્દેશ જામનગર મહાનગર પાલિકાને બરાબર બંધ બેસતા છે. અહીં પણ નાગરિકોના જીવને જોખમમાં મૂકે તેવા ભંગાર રસ્તાઓ છે. રેંકડી-ગલ્લા અને પાથરણાંના દબાણકર્તાઓ વારંવાર કાયદાને ભંગ કરી ફરીને (ગણતરીના કલાકો કે દિવસોમાં) ત્યાં જ વટભેર બિન્દાસપણે ખડકાય જાય છે. રસ્તાના ટર્નીંગ પર પેસેન્જર રિક્ષાઓના દબાણો ત્યારે ટ્રાફિક ન્યુસન્સ સર્જે છે.
જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગે પૂરી તાકાત લગાડી દબાણો કાયમ માટે દૂર થાય તેવી નિયમિત અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. તેવી જ રીતે હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા નિયમોની કડક અમલવારી માટે તલપાપડ થઈ રહેલા પોલીસ વિભાગે પણ સૌ પ્રથમ અગાઉના અહેવાલમાં ઉલ્લેખ હતો તે રીતે નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર-ફોરવ્હીલર વાહનો, વાહનો પર ખાસ સૂચક રંગના પટ્ટા કે અન્ય લખાણો દૂર કરવા, ધૂમ સ્ટાઈલથી બેફામ સ્પીડે નીકળતા શખ્સો, ધડાકા-ભડાકાવાળા અવાજો સાથે નીકળતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ટ્રાફિક પોલીસ વિભાગમાં ઘણાં વરસોથી સ્ટાફની ભારે અછત હોવાનું બહાનું દર્શાવાય છે. ફીકસ પગારવાળા સહાયકો છે. આમ છતાં આ સ્ટાફ દ્વારા ટ્રાફીક નિયમન વ્યવસ્થા કયારેય થતી જોવા મળતી નથી. રસ્તાની સાઈડમાં પીળા પટ્ટાની બહાર રાખેલ ટુ-વ્હીલર વાહનને ટોઈંગ કરવામાં બહાદુર સ્ટાફ, આ જ સ્થળે પીળા પટ્ટાની બહાર રસ્તા વચ્ચો વચ્ચ લારી રાખનારા સામે જોતા પણ નથી ! (હપ્તાખોરી!) જામનગરમાં વારંવાર લારી-પાથરણાંવાળાને હટાવ્યાની બહાદુરી દેખાડનાર તંત્રએ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં શંકાસ્પદ રીતે નિષ્ફળ ગયું છે. ફૂટપાથો પરના દબાણો દૂર થતા નથી. પાર્કિંગની પર્યાપ્ત વ્યવસ્થા નથી, દરેક જાહેર રોડ-ગલ્લીઓમાં ચારે તરફ ચાલી રહેલા ખોદકામ અને આડેધડ પૂરાયેલા ખાડા-ચિરોડાના કારણે જામનગરની શાંત અને સહનશીલ જનતા કાયમી માટે પીડાઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશોને મ્યુનિ. કમિશ્નર, ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા પોલીસ વડાએ ગંભીરતાપુર્વક ધ્યાને લઈ જામનગરની જિલ્લાને પણ રાહત મળે તે દિશામાં પરિણામલક્ષી કાર્યવાહી કરવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial