Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણયઃ ફેબ્રુઆરીથી સ્થિર હતો રેપોરેટઃ પાંચ વર્ષે ઘટાડો કરાયો
મુંબઈ તા. ૭: આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપોરેટમા ર.રપ ટકા ઘટાડો કરાતા મધ્યમવર્ગને ફાયદો થશે. રેપોરેટમાં પાંચ વર્ષે ઘટાડો જાહેર થયો છે, જ્યારે ફેબ્રુ. ર૪ થી રેપોરેટ સ્થિર હતો. વ્યાજદરો ઘટતા ઈકોનોમીને રાહત મળશે. તેવી આશા વ્યક્ત કરાઈ છે. આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાહેરાત કરી છે.
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ રેપોરેટ અંગે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ માહિતી આપતા કહ્યું કે આરબીઆઈ રેપોરેટમાં ૦.રપ ટકાનો ઘટાડો કરી રહી છે. એટલે કે હવે રેપોરેટ ઘટીને ૬.પ૦ ટકાથી ૬.રપ ટકા થઈ જશે.
આ પહેલા ફેબ્રુઆરી ર૦ર૩ થી રેપોરેટને ૬.પ ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે ર૦ર૦ માં કોરોના મહામારી વખતે રેપોરેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને ૬.પ૦ ટકા કરી દેવાયો હતો. રેપોરેટમાં પાંચ વર્ષ પછી આ પ્રથમ ઘટાડો થતા મધ્યમ વર્ગને રાહત થશે.
નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળની ૬ સભ્યોની મોનેટરી કમિટીએ રેપોરેટમાં ઘટાડો કર્યો છે અને હવે અસરકારક રેપોરેટ ૬.રપ ટકા છે. અગાઉ કોરોના સમયગાળા પછી આરબીઆઈએ સતત ૬ વખત રેપોરેટ વધારીને ૬.પ૦ ટકા કર્યો હતો.
મલ્હોત્રાએ કહ્યું કે, 'બેઠકમાં આર્થિક વિકાસ પર ચર્ચા થઈ. મલ્હોત્રાએ વધુમાં કહ્યું કે અમે બેઠકમાં નિર્ણય લીધો છે કે રેપોરેટ ઘટાડવામાં આવી રહ્યો છે. હવે રેપોરેટ ૬.પ૦ થી ઘટાડીને ૬.રપ કરવામાં આવી રહ્યો છે. રેપોરેટમાં ઘટાડા તમારી લોનની ઈએમઆઈ હવે ઓછી થશે. વિશ્વની આર્થિક સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. વિશ્વભરમાં ફૂગાવમાં ઘટાડાની ગતિ અટકી ગઈ છે.'
મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક બુધવાર, પ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, જેમાં ૭ ફેબ્રુઆરીએ વ્યાજ દરો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંજય મલ્હોત્રા આરબીઆઈ ગવર્નર બન્યા પછી આ બેઠક પહેલીવાર થઈ છે. ડિસેમ્બર ર૦ર૪ માં શશીકાંત દાસનો કાર્યકાળ પૂરો થયા પછી તેમણે પદ સંભાળ્યું હતું.
મલ્હોત્રાએ કહ્યું કે, વિશ્વની આર્થિક સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે 'વિશ્વભરમાં ફૂગાવામાં ઘટાડાની ગતિ અટકી ગઈ છે. વૈશ્વિક અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. તે જ સમયે વૈશ્વિક સ્તરે ફૂગાવો પણ વધી રહ્યો છે.'
લોન પર શું અસર થશે? ઈએમઆઈ ઘટશે?
આરબીઆઈના રેપોરેટમાં ઘટાડો કરવાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. તેનાથી હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની રિટેલ લોન પરના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. બેંકોની મોટાભાગની લોન હાલમાં રેપોરેટ જેવા એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. તેથી આમાં ઘટાડાની સીધી અસર આ લોનના વ્યાજ દરો પર પડશે અને દર મહિને ચૂકવવાપાત્ર ઈએમઆઈ પણ ઘટશે.
દર મહિને રૂ. ૩૧પ ની બચત
જો કોઈએ ર૦ લાખ રૂપિયાની હોમે લોન લીધી હોય અને લોન પર વ્યાજ દરમાં રપ બેસિસ પોઈન્ટ અથવા ૦.રપ ટકાનો ઘટાડો કર્યા પછી લોનનો વ્યાજ દર ૮.રપ ટકા થઈ જશે. તેના આધારે ર૦ લાખ રૂપિયાની લોન પર માસિક ઈએમઆઈ તરીકે માત્ર ૧૭,૦૪૧ રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને ૩૧પ રૂપિયાની બચત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial