Advertisement
Author: નોબત સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કોર્ટ પર પ્રતિબંધ મૂકી દેતા વિશ્વભરમાં ખળભળાટ

ગાઝાના મુદ્દે ઈઝરાયેલના પીએમ સામે વોરન્ટ કાઢવું ભારે પડ્યું?

વોશિંગ્ટન તા. ૭: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે. તેમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો તે પછી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણાં મોટા અને ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. હવે ટ્રમ્પે ઈન્ટરનેશલ ક્રિમિનલ કોર્ટ સામે મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે આઈસીસી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે.

ગાઝામાં ઈઝરાયેલના યુદ્ધ અપરાધોની તપાસના કારણે અમેરિકાએ આ એક્શન લીધું છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતાં. અમેરિકી રાષ્ટ્રપતિએ આઈસીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની સાથે કોર્ટની તપાસમાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિ વિરૂદ્ધ સંપત્તિ ફીઝ અને મુસાફરી પ્રતીબંધનો આદેશ આપ્યો છે. યુએસ પ્રતિબંધો તેમની વ્હાઈટ હાઉસ મુલાકાત પછી નેતન્યાહૂ માટે સમર્થન વ્યક્ત કરે છે, જે દરમિયાન ટ્રમ્પે ગાઝા પર કબજો કરવાની અને પેલસ્ટિનીઓને અન્ય મધ્ય પૂર્વિય દેશોમાં સ્થાનાંતરિત કરવાની યુએસની યોજનાઓ જાહેર કરી હતી.

ઉલ્લેખનિય છે કે, તા. ૩૧ નવેમ્બર ર૦ર૪ ના આઈસીસી એ ઈઝરાયલના વડાપ્રધા બેન્જામિન નેતન્યાહૂ તેમના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી યોવ ગાલાન્ટ અને હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેફ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. નેતન્યાહૂ પર કોર્ટ દ્વારા માનવતા વિરૂદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ટ્રમ્પે આ કાર્યવાહીને ગેરકાયદેસર અને પાયાવિહોણી ગણાવતા કહ્યું હતું કે આઈસીઆઈ એ તેની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ લગાવવાના જે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ બન્ને આ કોર્ટના સભ્ય નથી અને ન તો તેઓ તેને માન્યતા આપે છે. આઈસીસીએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો.

તેમણે તપાસમાં મદદ કરનારાઓની સાથે આઈસીસીના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની સંપત્તિ ફીજ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ ઉપરાંત તેમના પ્રવેશ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને યુદ્ધ અપરાધી ગણાવ્યા અને તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તેને ટ્રમ્પ વહીવટી તંત્ર લાંબા સમયથી યુએસ અને સહયોગી દેશોમાં આઈસીસીની તપાસનો વિરોધ કરે છે અને તેને અયોગ્ય અને રાજકીય રીતે પ્રેરિત ગણાવે છે.

આ પહેલા પણ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન એટલે કે વર્ષ ર૦ર૦ માં તત્કાલિન આઈસીસી પ્રોસિક્યુટર ફાતૌ બેનસોદા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ પર નાણાકીય અને વિઝા પ્રતિબંધો લાદ્યા હતાં. ટ્રમ્પે આઈસીસીને 'કાંગારૂ કોર્ટ' ગણાવી હતી અને અફઘાનિસ્તાનમાં મેરિકન સૈનિકો વિરૂદ્ધ યુદ્ધ અપરાધોના આરોપોની તપાસ શરૂ કર્યા પછી આ પગલું લીધું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh