Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલેટની વાનગીઓ-પ્રોડક્ટનું પ્રદર્શન-વેંચાણ કરાશેઃ
જામનગર તા. ૭: મિલેટ (શ્રી અન્ન) જેવા કે જુવાર, બાજરી, રાગી, કાગ, ફટકી, સામો, વગેરેના મહત્ત્વ વિશે જાણકારી વધે તેમજ તેમાંથી બનતી વાનગીઓ વિશે જાગૃતતા આવે તે હેતુસર મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-ર૦રપ નું આયોજન જામનગર શહેરમાં તા. ૮ અને ૯ ફેબ્રુઆરી ર૦રપ બે દિવસ સુધી સવારે ૯ થી રાત્રિના ૯ સુધી કરવામાં આવશે. મહાનગરપાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મિલેટની વાનગીઓ-પ્રોડક્ટનું પ્રદર્શન તેમજ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પ્રોડક્ટનું પ્રદર્શન, વેંચાણ કરવા માટે ૭૦ સ્ટોલ, ૧પ સ્ટોલ જેમાં મિલેટમાંથી બનતી મિલેટ ફેન્કી, મિલેટ-પાણીપૂરી, ભેલપૂરી, રાગી સુપ, જુવાર-બાજરા ઢેબરા, કટલેસ, પાનકેક, રાગી ઈડલી, બાજરા ખીચડી, રાજગરા સ્વીટ, કીનોવા સલાડ, જુવાર ચાટ, લીટલ મિલેટ બિસ્કિટ, મિલેટ પીઝા, મિલેટ દહિંવડા, બાજરા રોટલા અને ઓળો જેવી અવનવી આરોગ્યપ્રદ વાનગીઓના લાઈવ ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, મિલેટ એક્ઝિબિશન તેમજ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના નાગરિકો, ખેડૂતોએ પરિવાર સાથે બહોળી સંખ્યામાં મુલાકાત લેવા મદદનીશ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial