Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતીની જમીન ખાલી કરાવવા માટે કરાયો હતો હુમલોઃ
જામનગર તા.૭ : લાલપુરના નવાગામમાં દોઢેક વર્ષ પહેલાં એક ખેતીની જમીન ખાલી કરાવવાના ઈરાદાથી રાત્રિના સમયે ખેતરમાં સૂતેલા વૃદ્ધ પર થાર મોટર ફેરવી દેવાઈ હતી. તે બાબતની પોલીસમાં ફરિયાદ કરાયા પછી હત્યાનો ગુન્હો નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તે પૈકીના એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
લાલપુર તાલુકાના નવાગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભરતભાઈ ભીખાભાઈ કેશવાલા નામના આસામીએ જે તે વખતે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેમના ફઈ લંડનમાં રહે છે અને તેઓનું ખેતર નવાગામમાં છે જેમાં ભરતભાઈનો પરિવાર વર્ષાેથી વસવાટ કરે છે.
તે જમીન તેમને આપવામાં આવેલી છે. તે દરમિયાન જમીન ખાલી કરાવવા માટે અવારનવાર ધમકી આપતા બળદેવ સવદાસ ગોરાણીયા, મનોજ સવદાસ દ્વારા જાનથી મારી નાખવા ચીમકી અપાતી હતી. તે પછી ગઈ તા.૫-૬-૨૩ની રાત્રે ભરતભાઈના પરિવારજનો ખેતરમાં સૂતા હતા ત્યારે થાર મોટરમાં ફિલ્મી ઢબે ખેતરમાં ધસી આવેલા શખ્સોએ ભરતભાઈના પિતા ભીખાભાઈ પર હુમલો કરી તેમના પરથી મોટર ફેરવી દીધી હતી. ગંભીર ઈજા પામેલા ભીખાભાઈનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી હત્યા સહિતનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
જેલહવાલે થયેલા આરોપી પૈકીના મનોજ ઉર્ફે સંજય સવદાસ ગોરાણીયાએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. તેની સામે પોલીસે વાંધો લીધો હતો અને સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, હત્યાના આ ગુન્હામાં ખેતીની જમીન ખાલી કરાવવા આ રીતે હત્યા કરાઈ છે ત્યારે આરોપીને જામીનમુક્ત કરાશે તો તે ફરીથી આ પ્રકારનું કૃત્ય આચરશે તેની સામે આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી મનોજ ઉર્ફે સંજય સવદાસને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial