Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાં અકસ્માતે વીજ આંચકો લાગતા કારખાનેદારનું મૃત્યુ

બે બાળકીએ પિતાની છત્રછાયા ગૂમાવીઃ

જામનગર તા. ૧૪: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં કારખાનુ ચલાવતા એક યુવાનને ગઈકાલે અકસ્માતે વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કની શેરી નં.૩માં રહેતા અને દરેડ જીઆઈડીસી ફેસ-રમાં ખોડલ પેકેજીંગ નામનું કારખાનુ ચલાવતા મયુરભાઈ જમનભાઈ કોટડીયા (ઉ.વ.૩૫) નામના યુવાન ગઈકાલે પોતાના કારખાનામાં કામ કરતા હતા.

આ વેળાએ ઈલેકટ્રીક બોર્ડમાં તેમનો હાથ અડકી જતાં જીવંત વીજલાઈનમાંથી જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા મયુરભાઈ બેભાન બની ગયા હતા. તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી ૧૦૮ને કોલ કરાયો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા અરેરાટી પ્રસરી ગઈ છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતક યુવાનને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh