Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મનપા દ્વારા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં રર૧ર ગણપતિ મૂર્તિ વિસર્જિત

સાત દિવસના ગણપતિ મહોત્સવ દરમિયાન

જામનગર તા. ૧૪: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જિત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે. જે બન્ને વિસર્જન કુંડમાં ૭ દિવસના ગણપતિ મહોત્સવ દરમિયાન કુલ ર,ર૧ર નાની-મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા એક વિસર્જન કુંડ જામનગર નજીક રણજીતસાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડિયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઈન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે. જેમાં ૭ દિવસ દરમિયાન ખોડિયાર કોલોની નજીકના વિસર્જન કુંડમાં ૧,૦૪ર જ્યારે બીજા કુંડમાં ૧,૧૭૦ સહિત કુલ ર,ર૧ર મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી.

કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જ્યારે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી ઈજનેર રાજીવ જાનીની રાહબરી હેઠળ હિરેન સોલંકી સહિત પાંચ સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થા નિહાળી રહી છે, ત્યારે ફાયર શાખાના કુલ ૧ર જવાનોની ટીમ રાઉન્ડ ધ ક્લોક ગણપતિની મૂર્તિના વિસર્જન કાર્યમાં જોડાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh