Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં પોલીસ તથા બુટલેગર વચ્ચે 'ટકાવારી' સિસ્ટમ સેટ થયાની ચર્ચા!

બુટલેગરો જ ભજવી રહ્યા છે બાતમીદારનો રોલઃ

ઓખા તા. ૧૪: ઓખામાં તાજેતરમાં પોલીસે એક શખ્સને દારૂ-બીયર સાથે પકડ્યા પછી સેટલમેન્ટ થયાની અને કેટલાક કુટલેગર બાતમી આપવાનો ધંધો અપનાવી બંને બાજુ કમાણી કરતા હોવાની ચર્ચા વચ્ચે ટકાવારી સિસ્ટમ ગોઠવાઈ ગયાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.

ઓખો જગતથી નોખો કહેવત પ્રમાણે ઓખામાં બેનામી ધંધામાં પણ ઉલ્ટી કારીગરી જોવા મળે છે. શરાબનો ધંધો કરનાર બુટલેગર જ પોલીસને બાતમી આપે અને પછી પોલીસ જેને  પકડે એની સાથે 'વહીવટ'માં બાતમીદાર બૂટલેગરની 'ટકા'વારી નક્કી હોય એવો ખેલ ઘણાં સમયથી ચાલતો હોવાની ચર્ચા છે.

તાજેતરમાં ઓખામાં એક બોટલ શરાબ અને બે બીયર  સાથે એક શખ્સને પોલીસે ઉઠાવ્યા હોવાની તથા આ પ્રકરણમાં પાંચ આંકડામાં સેટલમેન્ટની વાત પહોંચ્યા પછી આખરે ૮૦ હજારમાં બધુ ગોઠવાયું હોવાની ચર્ચા છે. પાછળથી વધુ 'ડિમાન્ડ' થતાં ફસાયેલા શરાબીએ હાથ ઉંચા કરી દીધા હોવાની પણ વાત વહેતી થઇ છે.

આ સમગ્ર પ્રકરણમાં ફરી 'ટકાવારી'ની મોડસ ઓપરેન્ડી ચર્ચાનાં કેન્દ્રમાં આવી છે. શરાબના કારોબાર માટે કુખ્યાત ઓખામાં પોલીસ અને બુટલેગરોની કથિત જુગલબંધી પણ હવે ચર્ચિત બની છે. શરાબની સપ્લાય કરનાર જ બાતમીદાર બની બંને બાજુથી કમાણી કરતો હોવાના ખેલમાં ખાખી જાણે પાર્ટનર હોય એ રીતે 'ટકાવારી' સહિતની સિસ્ટમ સેટ હોવાનો ગણગણાટ છે, જે બાંહોશ પોલીસવડા નિતેશ પાંડેય સુધી ક્યારે પહોંચે છે એ અંગે અટકળો થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh