Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર કચેરીમાં યોજાઈ મિટિંગમાં પ્રેઝન્ટેશન રજૂઃ
ખંભાળિયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ રાહત બચાવ કામગીરી અંગેની કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે કલેક્ટર કચેરીમાં બેઠક યોજી સમીક્ષા કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના પરિણામે નુક્સાની તેમજ રિસ્ટોરેશનના ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના અધિકારીઓએ કલેક્ટર કચેરીમાં બેઠક યોજી સમીક્ષા કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે નિવાસી અધિક કલેક્ટરે પ્રેઝન્ટેશનના માધ્યમથી રાહત બચાવ કામગીરી અને જિલ્લા પ્રશાસન દ્વારા જનજીવન પૂર્વવત કરવા તેમજ ભારે વરસાદની સ્થિતિ પછી નાગરિકોને સહાય વિતરણની કામગીરી અંગેની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુ, સ્થળાંતર, વીજ પુનઃસ્થાપન, રસ્તા રીપેરીંગ, સ્વચ્છતા, આરોગ્ય વિષયક કાળજી, દવા છંટકાવ સહિતની કામગીરી વિશે પણ ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કર્યા હતાં. બેઠકમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી, પાણી પુરવઠા, સિંચાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial