Advertisement
Author: નોબત સમાચાર

રૂપારેલ નદી તથા લોઠીયા પાસે નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન વખતે બે યુવાન ડૂબ્યાઃ અરેરાટી

નદીના ઉંડાણમાં મૂર્તિ મુકવા જતી વેળાએ દુર્ઘટના સર્જાતા બંને પરિવાર સ્તબ્ધઃ

જામનગર તા. ૧૪: જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાના ઘેર સ્થાપેલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન નેવી મોડા ગામ નજીક વહેતી રૂપારેલ નદીમાં કરતી વખતે આ પરિવારના એક યુવાન નદીમાં ડૂબી ગયા છે. જ્યારે ખડખડનગરના એક યુવાન લોઠીયા ગામ પાસે નદીમાં મૂર્તિનું વિસર્જન કરતી વેળા ડૂબી ગયા છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.૭માં રહેતા અજયસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.ર૭) નામના યુવાન તથા તેમના પરિવારના અન્ય વ્યક્તિઓ ગઈકાલે બપોરે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે વાજતે ગાજતે રવાના થયા હતા.

આ વ્યક્તિઓ વિસર્જન માટે અલીયાબાડા ગામથી નેવી મોડા ગામ તરફ રૂપારેલ નદી પાસે પહોંચ્યા હતા. જ્યાં ભારે ઉત્સાહ વચ્ચે કેટલાક યુવાનો રૂપારેલ નદીમાં મૂર્તિ વિસર્જન માટે ઉતર્યા હતા. જેમાંથી અજયસિંહ નદીના ઉંડાણ તરફ પહોંચ્યા પછી ડૂબવા માંડ્યા હતા. સાથે રહેલા અન્ય યુવાનોએ તેઓને બચાવી લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ આ યુવાન ડૂબી ગયા હતા. ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આ યુવાનને ઉંડાણમાંથી શોધી કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તે પહેલાં વધુ પડતું પાણી પી ગયેલા અજયસિંહનું મૃત્યુ નિપજ્યંુ છે.

આ બનાવ અંગે પોલીસે મૃતકના નાનાભાઈ યશપાલ સિંહનું નિવેદન નોંધ્યું છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર હિતુભા જાડેજાએ આગળની કાર્યવાહી કરી છે.

આવો જ બીજો બનાવ જામનગર તાલુકાના લોઠીયા ગામમાં બન્યો છે. નગરના ખડખડનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયા (ઉ.વ.૩૦) તથા અન્ય યુવાનો ગઈકાલે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે લોઠીયા ગામ પાસે આવેલા મહાકાળી મંદિર નજીક નદી પાસે પહોંચ્યા હતા.

આ સ્થળે જયેન્દ્રભાઈ તથા અન્ય વ્યક્તિ મૂર્તિ સાથે રાખી નદીના ઉંડાણવાળા ભાગમાં પહોંચ્યા હતા. જ્યાં મૂર્તિ પધરાવતી વખતે જયેન્દ્રભાઈ નદીના ઉંડાણમાં ડૂબી ગયા હતા. સાથે રહેલા વ્યક્તિઓએ બુમાબુમ કરતા કેટલાક ગ્રામજનો દોડી આવ્યા હતા. તેઓએ આ યુવાનને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ જયેન્દ્રભાઈ કટારીયાનો મૃતદેહ જ પાણીમાંથી સાંપડ્યો હતો. મૃતકના મોટાભાઈ નરેન્દ્રમાઈ કટારીયાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh