Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી મેગા રેલીઃ ચૂસ્ત બંદોબસ્તઃ
શ્રીનગર તા. ૧૪: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ત્રણ આતંકવાદી ઠાર કરાયા છે. પી.એમ. મોદીની ચૂંટણી સભા પહેલા સેના-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષાદળોને આ કામિયાબી મળી છે.
જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન મોદીની રેલી પહેલા સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ગઈકાલે વિપિન કુમાર અને સિપાહી અરવિંદસિંહ નામના બે જવાનો શહીદ થયા અને અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં.
બારામુલ્લા જિલ્લામાં કેરીના ચક ટાપર વિસ્તારમાં શુક્રવારે (૧૩ સપ્ટેમ્બર) રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ઘર્ષણ શરૂ થયું હતું. મોડી રાત્રે ઓપરેશન રોકવામાં આવ્યું હતું અને આજે સવારે સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે.
કિશ્તવાડના ચતરૂ બેલ્ટના નૈદધામ ગામમાં શુક્રવારે બપોરે ૩-૩૦ વાગ્યે ઘર્ષણ શરૂ થયું હતું. સેનાએ જૈશ-એ-મોહમ્મદના ૩ આતંકવાદીઓની ખુફિયા જાણકારી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું.
કઠુઆમાં બે આતંકવાદીઓને ઠાર કરીને હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતાં. આ પહેલા પણ કઠુઆના ખંડારામાં સેનાએ ઓપરેશન કર્યું હતું. અહીં રાઈઝિંગ સ્ટાર કોરના સૈનિકોએ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં. સેનાએ એક્સ પર પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ ઉધમપુરમાં ૧૧ સપ્ટેમ્બરે ૩ આતંકવાદીઓને માર્યા હતાં. સેનાએ જણાવ્યું કે, આર્મીના ફર્સ્ટ પેરાના જવાનોને ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં ર-૩ આતંકવાદીઓ સંતાયેલા છે તેવી સૂચના મળી હતી. આશરે ચાર કલાકના એન્કાઉન્ટર પછી આતંકવાદીઓને ઠાર કરાયા હતાં.
ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ સહિત ૩ જિલ્લામાં ૧૮ સપ્ટેમ્બરથી ચૂંટણી છે. જેના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે મેગા રેલીને સંબોધિત કરવાના છે. આ સાથે જ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત થશે.
વડાપ્રધાન મોદી ઘાટીના ત્રણ જિલ્લા ડોડા, કિશ્તવાડ અને રામબનની ૮ વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે મતદાનની અપીલ કરશે. આ ત્રણેય જગ્યાએ ૧૮ સપ્ટેમબરે ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થશે. જમ્મુ-કાશ્મીરની ૯૦ વિધાનસભા બેઠક પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી થશે.
બીજા તબક્કાનું મતદાન રપ સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન ૧ ઓક્ટોબરે થશે. ૮ ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ આવશે. જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. છેલ્લીવાર ર૦૧૪ માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. વડાપ્રધાન મોદીની ચૂંટણીલક્ષી મેગારેલીના કારણે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial