Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમ સમક્ષ રજૂ કરાયુ પ્રેઝન્ટેશન
જામનગર તા. ૧૪: સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટર ભાવિન પંડ્યાએ ટીમના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની અતિવૃષ્ટિ અંગેની વિગતો રજૂ કરી હતી.
ઓગષ્ટ-ર૦ર૪માં ભારતના અલગ અલગ જિલ્લાઓમાં પડેલ ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલ વ્યાપક નુકસાન અને તે અન્વયે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત કાર્ય, નુકસાની અને રિસ્ટોરેશન અંગેના નોન ધ સ્પોટ ડીટેઈલ્ડ એસેસમેન્ટ માટે મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ભારત સરકાર દ્વારા ઈન્ટર મીનીસ્ટરીઅલ સેન્ટ્રલ ટીમની રચના કરામાં આવી છે. જે ટીમે જામનગર પહોંચી કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, જુદાજુદા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, ડેમોની સ્થિતિ, મકાનમાં નુકસાન, માનવ મૃત્યુ, ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતા માર્ગો, વીજ પુરવઠાની સ્થિતિ, ખેતીવાડીના પાકો, જમીનમાં નુકસાની, સર્વે અને સહાય સહિતની જાણકારી આપી હતી.
તેઓએ વધુમાં, અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રેસ્કયુ, સ્થળાંતર, વીજ પુનઃ સ્થાપન, ઝાડ ટ્રિમિંગ, રસ્તા રીપેરીંગ, સ્વચ્છતા, આરોગ્ય વિષયક કાળજી, દવા છંટકાવ, સહિતની કામગીરી વિશે પણ શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતાં. આ ટીમ બેઠક અને નિરીક્ષણ પછી કેન્દ્ર સરકારને નુકસાનીનો રિપોર્ટ સોંપશે, તેવી માહિતી પણ અપાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં એનઆઈડીએમના એકઝીક્યુટિવ ડાયરેકટર રાજેન્દ્ર રત્નુ, એફસીડીના ડાયરેકટર ચિન્મય પુંડલીક ગોતમારે, સિનિયર એન્જીનિયર ડો. એ.વી. સુરેશ બાબુ, સીડબલ્યુસીના ડાયરેકટર યોકી વિજય, જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર, જિલ્લા ખેતીવાડી અધિકારી ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આત્મા ડાયરેકટર, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પી જી વી સી એલ, ફાયર, સિંચાઈ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial