Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા અઢી લાખનો સામાન, સ્કૂટર કબજે કરાયાઃ
જામનગર તા. ૧૪: જામનગરના દરેડ જીઆઈડીસીમાં ગયા મંગળવારની રાત્રે એક કારખાનામાંથી ૪૫૩ કિલો પિત્તળનો સામાન ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં દરેડ નજીકથી બે શખ્સ ચોરાઉ મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. તેઓએ ચોરીની કબૂલાત આપી ચોરાઉ સામાન કાઢી આપ્યો છે. પોલીસે ચોરીમાં વાપરેલુ સ્કૂટર પણ કબજે લીધુ છે.
જામનગરના જીઆઈડીસી દરેડમાં દિવ્યેશ બ્રાસ નામનું કારખાનુ ચલાવતા અમૃતભાઈ રણછોડભાઈ સોનગરા નામના કારખાનેદારે ગયા મંગળવારે રાત્રે પોતાના કારખાનામાં ચોરી થયાની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ આસામીના કારખાનામાં શટરના નકૂચા કાપી નાખી અંદરથી તસ્કરો ૪૫૩ કિલો પિત્તળનો સામાન ઉઠાવી ગયા હતા. પોલીસે રૂા.૨,૪૪,૬૨૦ના પિત્તળના સામાનની ચોરીનો ગુન્હો નોંધ્યો હતો. પીઆઈ વી.જે. રાઠોડની સૂચનાથી સ્ટાફે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન સ્ટાફના એમ.એલ. જાડેજા, જયદીપસિંહ, જયપાલસિંહને બાતમી મળી હતી કે, દરેડ-મસીતીયા રોડ પર એક ફાર્મ હાઉસના ગેઈટ પાસે આવેલા બે શખ્સના કબજામાં ચોરાઉ સામાન છે. તે બાતમીથી પીઆઈ વી.જે. રાઠોડને વાકેફ કરાયા પછી સ્ટાફે ત્યાંથી મસીતિયાના અઝીમ યુસુફ ખીરા, વિપુલ અરવિંદભાઈ ચુડાસમા નામના બે શખ્સને પકડી પાડ્યા હતા. આ શખ્સોની તલાશી લેવાતા ૪૫૩ કિલો વજનના પિત્તળના સળીયા મળી આવ્યા હતા. તે અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે સળીયા તથા રૂા.૫૦ હજારનું જીજે-૧૦-ડીપી ૨૦૭૭ નંબરનું એક્સેસ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial