Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદી કાળથી જ આપણું પ્રિય રાજ્ય વિદેશીઓના નિશાને
ડોડા તા. ૧૪: જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનુું ભાગ્ય ખોલશે
જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરમાંથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. પી.એમ. મોદી ડોડામાં રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય ખોલશે.
પી.એમ. મોદીએ કહ્યું, 'તમે બધા ડોડા, કિસ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોમાંથી અહીં પહોંચ્યા છો. તમે અહીં આવવા માટે કલાકો સુધી મુસાફરી કરી છે, તેમ છતાં તમારા ચહેરા પર અને ત્યાં કોઈ થાક નથી સર્વત્ર ઉત્સાહ છે. હું તમારા અને દેશ માટે બમણું અને ત્રણગણું કામ કરીને તમારા પ્રેમ, તમારા આશીર્વાદનો બદલો આપીશ. તમે અને હું સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું.'
વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા પી.એમ. મોદીએ કહ્યું, 'તમે અહીં જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારા બાળકોની પરવા કરી નથી. તેઓ માત્ર અને માત્ર તેમના બાળકોને પ્રોત્સાહન આપના જમ્મુ-કાશ્મીરના મારા યુવાનો આતંકવાદમાં ફસાઈ ગયા અને પરિવારવાદને પ્રોત્સાહન આપતી પાર્ટીઓ તમને ગેરમાર્ગે દોરતી રહી. આ લોકોએ જમ્મુ-કાશ્મીરમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી. આ વખતે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરવા જઈ રહી છે. આઝાદી પછીથી જ આપણું પ્રિય જમ્મુ અને કાશ્મીર વિદેશી શક્તિઓનું નિશાન બની ગયું છે, ત્યારપછી આ સુંદર રાજ્યને ભાઈ-ભત્રીજાવાદે પોકળ બનાવવાનું શરૂ કર્યું છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial