Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના મામલતદાર-વીજ તંત્રને 'આપ'નું આવેદનપત્ર

અતિવૃષ્ટિથી પાકને નુકસાન, વીજપ્રશ્નો, માર્ગ મરામત અંગે

ખંભાળીયા તા. ૧૩: આમ આદમી પાર્ટી દ્વારા અતિવૃષ્ટિથી પાકને થયેલ નુકસાન તથા રસ્તાના સમારકામ, વીજપ્રશ્નો અંગે મામલતદાર તથા વીજ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતાં.

કલ્યાણપુર તાલુકામાં અતિ ભારે વરસાદથી પાક તદ્દન નિષ્ફળ ગયો છે. લીલો દુકાળ જાહેર કરવા તથા ગ્રામ્ય પંથકમાં અનેક રસ્તાઓ ભંગારની સ્થિતિમાં થઈ ગયા હોય તાકીદે રીપેરીંગની માંગણી કરવામાં આવી હતી.

કલ્યાણપુર તાલુકામાં બે માસથી ખેડૂતો પાવરનો ઉપયોગ કરતા જ ન હતા હવે જ્યારે પાવરની જરૂર પડી છે ત્યારે વીજ પુરવઠો નિયમિત અપાતો નથી.

કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદથી ટી.સી. બળી ગયા છે. રીપેરીંગ નહીં થતા વીજ પુરવઠો આવતો નથી. ત્યારે સાંજના ૬ થી સવારના ૯ સુધી નિયમિત વીજ પુરવઠો આપવા માંગણી કરાઈ છે. અન્યથા કોર્ટના શરણે જવા ચીમકી પણ આપના આગેવાનો દ્વારા આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh