Advertisement
Author: નોબત સમાચાર

બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવા માટે પૂનાની પેઢીને કરાયો હુકમ

નગરની પેઢીએ કર્યાે હતો દાવોઃ

જામનગર તા. ૧૪: જામનગરના એક વેપારીએ પુના સ્થિત પેઢી સામે લેણી રકમ વસૂલવા સમરી દાવો નોંધાવ્યો હતો. અદાલતે દાવાના અંતે બાકી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા પુનાની પેઢીને હુકમ કર્યાે છે.

જામનગરમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા પિયુષભાઈ પરસોત્તમભાઈ ઠુમ્મર પાસેથી પૂનાની એસએમઆર પાઈપેબલ નામની પેઢીએ રૂા.૪૭,૫૨૧નો સામાન ખરીદી તે રકમ ચૂકવી ન હતી. આથી પિયુષભાઈએ નોટીસ પાઠવ્યા પછી જામનગર કોર્ટમાં દાવો કર્યાે હતો.

તે દાવો ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી દાવો મંજૂર કરી બાકી રકમ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા પુનાની પેઢીને હુકમ કર્યાે છે. નગરના કારખાનેદાર તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh