Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકાના સાર્વત્રીક વિકાસ માટે સીએમના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારે કરી કમિટીની રચના

રાજ્યના મુખ્ય-અધિક મુખ્ય સચિવો, ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્ય પબુભા, કલેક્ટર, ધનરાજભાઈ નથવાણીનો સમિતિમાં સમાવેશ

દ્વારકા તા. ૧૪: ગુજરાત સરકારે દ્વારકાના વિકાસ માટે ખાસ કમિટીની જાહેરાત કરી છે. જેના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી તથા રાજ્યના મુખ્ય સચિવો અને દેવસ્થાન સમિતિ દ્વારકા ધનરાજ નથવાણીની નિયુક્ત કરાઈ છે.

દેશના પ્રમુખ યાત્રાધામ દ્વારકાના વિકાસ માટેની કમિટીની રચના રાજ્ય સરકારે જાહેર કરી છે. જેના અધ્યક્ષ પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સદસ્યો તરીકે મેમ્બર સેક્રેટરી પદે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તથા સદસ્યો પદે દેવસ્થાન સમિતિના ધનરાજ નથવાણી, ધારાસભ્ય પબુભા માણેક અને સચિવ કક્ષા અધિકારીગણ જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી, એડીશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ, અને એડીશનલ ચીફ સેક્રેટરી ફાયનાન્સ અને પ્રી. સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડેવલપમેન્ટ તથા પ્રિન્સિપલ સેક્રેટરી ટુરીઝમ દેવસ્થાન મેનેજમેન્ટ અને સિવિલ્ એવીએશન અને પીલ ગ્રીમેજ તથા કમિશન ઓફ મ્યુનિસિપાલીટીઝ, એડમીટેશન વિગેરેનો સમાવેશ કરાયો છે.

અત્રેએ નોંધનીય છે કે દેશના તીર્થ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે અને ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરી અને તેના વિસ્તારને વધુને વધુ સુવિધાસભર બનાવવા વડાપ્રધાન મોદી તથા રિલાયન્સના પ્રતિનિધિ અને રાજ્યસભાના સદસ્ય પરિમલભાઈ નથવાણી સહિતના મહાનુભાવો પણ સક્રિય રીતે રસ લઈને દ્વારકા કોરિડોરનું નિર્માણ કરી દ્વારકાનગરીને વિશ્વની ફલક ઉપર લઈ જવા માટેની દિશા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે નવનિર્માણાધીન આ કમિટીની દ્વારકાના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા બની રહેશે.

વર્ષ ર૦ર૪ ના ફેબ્રુઆરી માસમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટદ્વારકાનો સુદર્શન સેતુના લોકાર્પણ વખતે દ્વારકાના વિકાસને વધુ તેજ ગતિએ આગળ વધારવા દિશા સૂચક સૂચનાઓ રાજ્ય સરકારને કરી છે, જેને લઈને દ્વારકા અને ઓખા પાલિકા તથા બેટદ્વારકા અને શિવરાજપુર બીચ સહિતના વિકાસ માટે અલગથી સત્તા મંડળની પણ રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી છે અને જેની અમલવારી માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિર આસપાસના પ૦ મીટરના વિસ્તારમાં વિકાસનો પ્રથમ તબક્કાનો પ્રારંભ ટૂંક સમયમાં શરૂ થવામાં છે, ત્યારે અતિ ઝડપભેર ચાલતી ગતિવિધિઓ દ્વારકા કોરિડોરનો વિકાસ પ્રમુખ સ્થાને છે. જેના માટે આ કમિટીની બેઠક તુરત જ મળનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

એમ પણ કહી શકાય કે દ્વારકા, બેટદ્વારકા અને શિવરાજપુર બીચ માટે કલ્પના ન કરી શકાય તેવું પુરાતન અને વર્તમાન સમયને યાદ રાખી વિકાસકીય માળખું બનાવવાની દિશા તરફ આગળ વધવાના ઉદ્દેશ્ય સાથે આ કમિટી રચાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh