Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ બીમારીમાં ૮૨% કારગર નિવડેલી
નવી દિલ્હી તા. ૧૪: મંકીપોકસની પહેલી વેક્સિન એમવીએ-બીએન ને ડબલ્યુએચઓની મંજુરી મળી ગઈ છે. આ બિમારીથી બચાવવામાં ૮ર% સફળ હોવાનું તારણ નીકળ્યું છે.
મંકીપોકસ વાયરસના કારણે વિશ્વના અનેક દેશમાં હાહાકાર મચ્યો છે. આ વાયરસથી ફેલાયેલા પ્રકોપ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમાચાર સામે આવ્યા છે. કે ડબલ્યુએચઓ એ મંકીપોકસ વાયરસની સારવાર માટે પહેલી વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ડબલ્યુએચઓએ શુક્રવારે એમવીએ-બીએન વેક્સિનને મંકીપોકસ વિરૂદ્ધ વેક્સિન જાહેર કરી જેને તેની પ્રીકવોલિફિકેશન યાદીમાં જોડવામાં આવી છે. આ વેક્સિન હાલમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બનાવવામાં નથી આવી.
જો કે, ડબલ્યુએચઓએ વહેલી તકે બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ પ્રકારની વેક્સિન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ વેક્સિનના નિર્માતા બાવેરિયન નોર્ડિક એ/એસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી જાણકારી અને યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા કરવામાં આવેલી સમીક્ષાના આધાર પર પ્રીકવોલિફિકેશન પ્રક્રિયાનો હેતુ વેક્સિનની ઝડપથી ખરીદી અને વિતરણને સુવિધાજનક બનાવવાનો છે.
ડબલ્યુએચઓના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ ધેબ્રેસસે વર્તમાન મંકીપોકસના પ્રકોપને રોકવા (ખાસ કરીને આફ્રિકામાં)ની દિશામાં વેક્સિનનના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે આફ્રિકામાં વર્તમાન પ્રકોપ અને ભવિષ્યના સંદર્ભમાં મંકીપોકસ વિરૂદ્ધ વેક્સિનની આ પ્રથમ પ્રીકવોલિફિકેશન બીમારીની વિરૂદ્ધ આપણી લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે સમાન પહોંચ સુનિશ્ચિત કરવા માટે વેક્સિનની ખરીદી, દાન અને વિતરણને તાત્કાલિક વધારવા માટે આહવાન કર્યું.
તેમણે કહ્યું કે, અન્ય જાહેર આરોગ્ય સાધનોની સાથે સાથે આ વેક્સિન સંક્રમણને રોકવા અને જીવન બચાવવામાં મદદ કરશે. એમવીએ-બીએન વેક્સિન જેને ચાર અઠવાડિયાના અંતરે બે ડોઝના ઈંજેકશનના રૂપમાં આપવામાં આવે છે તે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માન્ય છે. કોલ્ડ કંડિશનમાં સ્ટોર થયા બાદ તે ર થી ૮ ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર આઠ અઠવાડિયામાં સુધી સ્થિર રહી શકે છે.
ડબલ્યુએચઓના આસિસ્ટન્ટ ડાયરેકટર જનરલ ડો. યુકિકો નાકાતાનીએ કહ્યું કે, મંકીપોકસ સામેની વેક્સિનને મંજૂરી એ આફ્રિકન અને ભવિષ્યમાં હાલના પ્રકોપના સંદર્ભમાં બીમારી સામેની આપણી લડાઈમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. લોકોને તાત્કાલિક મદદ કરવા માટે સરકારો અને ગેવી અને યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા મંકીપોકસ વેક્સિનની ચાલી રહેલી ખરીદીમાં તેજી આવશે.
ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે એકસપોઝર પહેલા આપવામાં આવેલ સિંગલ ડોઝ એમવીએ-બીએન રસી લોકોને મંકીપોકસથી બચાવવામાં અંદાજિત ૭૬ ટકા અસરકારક છે, જ્યારે બે ડોઝ અંદાજિત ૮ર ટકા અસરકારક છે. એમવીએ-બીએન વેક્સિનને સ્વિત્ઝર્લેન્ડ, યુએસ, સિંગાપોર, કેનેડા, યુરોપીય સંઘ અને યુકેમાં મંજુરી આપી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial