Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજુબાજુના ૧૧ ગામ લઈ શકશે લાભઃ
જામનગર તા. ૧૪: રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજૂઆતોનો ઉકેલ સ્થાનિકો/નજીકના અંતરે ઝડપથી લઈ શકે તે માટે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા તા. ૧૭-૯-ર૦ર૪ ના સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી લીંબુડા પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં લીંબુડા ગામના આજુબાજુના ગામ જેવા કે કુનડ, બાદનપર (જોડિયા), આણંદા, વાવડી, નેશડા, હડિયાણા, બેરાજા, બારાડી, ખીરી, બાલાચડી, લીંબુડા આમ કુલ ૧૧ ગામના લોકોનો વ્યક્તિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
સવારના ૯ થી ૧૧ કલાક દરમિયાન અરજદારની રજૂઆત અને તેના પુરાવાઓ મેળવવાના રહેશે. ૧૧ કલાકથી ર કલાક દરમિયાન સ્થળ તપાસ, ૩ થી પ કલાક દરમિયાન અરજદારે કરેલ રજૂઆતનો નિકાલની જાણ કરવાની રહેશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં આવક, સિનિયર સિટીઝનના પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશન કાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડની અરજીઓ તેમજ વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય યોજનાની અરજીઓ, નવા વીજ જોડાણ માટેની અરજીઓ, મા અન્નપૂર્ણા યોજના, મા અમૃત યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, બસ કન્સેશન પાસ, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓ, માન. મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, વાત્સલ્ય કાર્ડાના લાભાર્થીની નોંધણી કરવામાં આવશે. ઉપરોક્ત ગામોના લોકોએ કાર્યક્રમનો લાભ લેવા જોડિયા મામલતદારે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial