Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ અને કોંગ્રેસ સામે બાથ ભીડશે કે ફ્રેન્ડલી ફાઈટ?
નવી દિલ્હી તા. ૧૪: લીકર કૌભાંડ કેસમાં લગભગ પાંચ મહિનાથી વધુ જેલમાં રહીને બહાર આવીને કેજરીવાલે હવે રણટંકાર કર્યો છે, અને હવે હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં બહુપાંખિય ચૂંટણી જંગમાં ઝંપલાવશે. આજે બજરંગબલીના દર્શન કરીને તેઓએ હવે ચૂંટણીની રણભૂમિમાં ઉતરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.
લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનમાં જોડાયેલા કેજરીવાલે પંજાબની જેમ હરિયાણામાં પણ એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને મુખ્યત્વે તેની ફાઈટ હવે ભાજપ અને કોંગ્રેસ સામે પણ થશે ત્યારે જોવાનું એ રહે છે કે તેઓ બન્ને પક્ષો સાથે બાથ ભીડશે કે પછી કોંગ્રેસ સાથે ફ્રેન્ડલી ફાઈટ કરશે ?!
કેજરીવાલ જામીન પર છૂટ્યા છે, પણ દોષમૂકત થયા નથી તેવી દલીલ સાથે ભાજપ કહે છે કે કેજરીવાલ જેલમાંથી બેલ પર છૂટ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી પલટવાર કરી રહી છે કે જેલમાંથી વટભેર બહાર આવેલા કેજરીવાલ ભલે બેલ પર હોય, પરંતુ હવે હરિયાણામાં 'ખેલ' કરશે, જેથી ભાજપને ભારે પડી જવાનું છે.
જો કે, હરિયાણામાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત જેજેપી-બસપાનું ગઠબંધન તથા અન્ય પ્રાદેશિક પક્ષો ઉપરાંત ત્રણેય પક્ષોના બળવાખોર અપક્ષો પણ મેદાનમાં ઉતરતા કોઈ માટે સ્પષ્ટ બહુમતી મેળવી લેવી સરળ નથી, સિવાય કે કોઈ છુપુ 'વેઈવ' હોય.
કેજરીવાલના કેસમાં સુપ્રિમ કોર્ટના એક જજે ફરીથી સીબીઆઈ પર 'સરકારનો પોપટ' બનવાનો કટાક્ષ કરીને સ્વતંત્ર રહેવાની સલાહ આપી છે, તેની ચર્ચા પણ ટોક ઓફ ધ નેશન બની છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial