Advertisement
Author: નોબત સમાચાર

બદ્રીનાથ-યમુનોત્રી હાઈ-વે બંધ થતાં ગુજરાતના ૪૦ જેટલા શ્રદ્ધાળુ અટવાયા

વરસાદ અને ભૂસ્ખલનના કારણે

દહેરાદૂન તા. ૧૪: વરસાદ અને ભૂસ્ખલનના લીધે બદ્રિનાથ-યમુનોત્રી હાઈવે બંધ થતાં ગુજરાના ૪૦ શ્રદ્ધાળુઓ અટવાયા હોવાનું જાણવા મળે છે.

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના લીધે મુસીબત ઉભી થઈ છે. ચમોલીમાં બદ્રિનાથ હાઈવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠીયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે. જ્યારે યમુનોત્રી-બદ્રિનાથ હાઈવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નીકળેલા બનાસકાંઠા પાલનપુરના ૪૦ શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે.

આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા પર પડતા રસ્તો બંધ થઈ ગયો છે. તો બીજી તરફ થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભુસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી ૧૨ કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રિનાથ હાઈવે બંધ છે અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઈવે પર પથ્થરો ધસી પડતા ઠેર ઠેર હાઈવે બંધ છે જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે સાથે સ્થાનિક લોકો પણ હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે.

યમુનોત્રી હાઈવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના કારણે શનિવરે બદ્રિનાથ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઈ ગયા છે.

ભૂસ્ખલનના લીધે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચે વૈકલ્પિક માર્ગ પણ બંધ થયો છે. ચમોલી પોલીસે જણાવ્યું છે કે, જિલ્લામાં ભારે વરસાદના લીધે નેશનલ હાઈવે પર ભૂસ્ખલન જોવા મળ્યું છે. જેથી ઘણા રસ્તા બ્લોધ થઈ ચૂક્યા છે.

સુરક્ષા માટે ચમોલી પોલીસ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ કરી રહી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ ભારે વરસાદના લીધે એસડીઆરએફની ટીમો અને જિલ્લા અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh