Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લો મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલયોથી મુક્ત જાહેર કરવાની તૈયારી

વાંધા-હરકત હોય તો ૧૮ સપ્ટેમ્બર સુધી થઈ શકશે રજૂઆત

જામનગર તા. ૧૪: ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટીેશન એક્ટ, ર૦૧૩ ની જોગવાઈ અનુસાર સુપ્રિમ્ કોર્ટના આદેશ મુજબ તથા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અન્વયે મેન્યુઅલ સ્કેવેન્જર્સ તથા અસ્વચ્છ શૌચાલયોનો સર્વેની અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેર અખબારી યાદી અનુસાર જામનગર જિલ્લાની તમામ નગરપાલિકા તથા તમામ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ સર્વે મુજબ જામનગર જિલ્લામાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ અંગેની પ્રથા તેમજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અસ્તિત્વમાં નથી અને અસ્વચ્છ શૌચાલયો નથી, તેથી જામનગર જિલ્લાને મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય મુક્ત જાહેર કરવાના અહેવાલના આખરીકરણ માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે.

જો કોઈપણ વ્યક્તિને ઉક્ત બાબતે વાંધા હરકત હોય તો આગામી તારીખ ૧૮-૯-ર૦ર૪ સુધીમાં જે-તે સ્થાનિક સત્તામંડળો પાસે લેખિતમાં આધાર પુરાવા સાથે નોંધણી કરાવવાની રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા પછી મળેલ અરજીમાં આ બાબતનો કોઈપણ પ્રકારનો વાંધો માન્ય રહેશે નહીં. જેની જામનગરની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા માટે સભ્ય સચિવશ્રી મેન્યુઅલ સ્કેવેન્જર્સ સર્વે સમિતિ અને નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કે.જે. રૂપારેલિયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh