Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંત્રીની ત્રણ ગણી રકમનો ફટકારવામાં આવ્યો દંડઃ
જામનગર તા. ૧૪: જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટને રૂા.૫૬,૮૧,૮૨,૬૦૦ દંડ પેટે ભરવા હુકમ કરવામાં આવ્યો છે. નાથીબાઈ મસ્જિદ ટ્રસ્ટની ખાલસા થયેલી જમીન બાબતે બોર્ડે ફેરતપાસ માટે અપીલ કરી હતી. તેમાં ટ્રસ્ટની નમૂના નં.૬માં દાખલ કરવામાં આવેલી નોંધ પણ રદ્દ કરવાનો વહીવટી તંત્રએ આદેશ કર્યાે છે.
જામનગરના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી યોજાયા પછી પ્રમુખની નિમણૂક થતાં જ વિરોધ વંટોળ શરૂ થયો હતો અને તે પછી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ઠરાવ પણ વિરોધમાં અટવાઈ ગયા હતા.
તે દરમિયાન ટ્રસ્ટ બોર્ડના ગેરવહીવટી બાબતે તેમજ હાલાઈ મેમણ જમાતખાના પાસે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોેર્ડ સંચાલિત કન્યા શાળા રાજ્યના વકફ બોર્ડની પરવાનગી લીધા વગર જ હાલાઈ મેમણ જમાત ખાનાને આપી દેવાતા રાજ્ય વકફ બોર્ડમાં જામનગર મુસ્લિમ જમાતના સભ્ય અબ્દુલ્લા વલીમામદ બ્લોચ તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પૂર્વ ટ્રસ્ટી યાકુબભાઈ જુવારીયાએ દાવો કર્યાે હતો.
તે દાવો હાલમાં પેન્ડીંગ છે ત્યારે નાથીબાઈ મસ્જિદ ટ્રસ્ટની ખાલસા થયેલી જમીન બાબતે જુમ્મા મસ્જિદ બોર્ડે તે તપાસ બાબતે અપીલ દાખલ કરી હતી અને તે અપીલ અન્વયે ટ્રસ્ટની નમૂના નં.૬માં દાખલ કરવામાં આવેલી નોંધ રદ્દ કરવા હુકમ થયો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત હક્ક પતાવટ અને ખેતીની જમીન વટહુકમ હેઠળ વાદગ્રસ્ત જમીન પરથી ટ્રસ્ટ બોર્ડની હકાલપટ્ટી કરવા તથા વાદગ્રસ્ત જમીનનો કબજો ટ્રસ્ટ બોર્ડ પાસેથી સંક્ષિપ્ત રીતે ખાલી કરાવી સરકાર હસ્તક કબજો સંભાળી લેવા તેમજ આ જમીનની જંત્રીની ત્રણ ગણી રકમ એટલે કે રૂા.૫૬ કરોડ ૮૧ લાખ ૮૨૬૦૦ દંડ પેટે ભરવા હુકમ કરાયો છે.
દંડની આ રકમ સરકારમાં ૧૦ દિવસમાં ભરી આપવા આદેશ થયો છે. ટ્રસ્ટ બોર્ડ દંડની રકમ ન ભરે તો બાકી મહેસૂલ તરીકે ટ્રસ્ટની અન્ય જમીનના ગામ નમૂના નં.૭માં સરકાર તરફથી બોજો દાખલ કરવા હુકમ થયો છે. ઉપરોક્ત ખુલાસો અબ્દુલલ્લા બ્લોચ તથા યાકુબભાઈ જુવારીયા તરફથી માંગવામાં આવેલી માહિતીમાં થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial