Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એન્ટ્રી-એકઝીટ માર્ગો પર રેલવે ફાટકથી પરેશાની
ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયામાં ર૬ કરોડનો જામનગર રોડ પરનો રેલવે ઓવરબ્રીજનું કામ અટવાયું છે જેની પાછળ રેલવે તંત્રનો ડખ્ખો કારણભૂત હોવાનું જણાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયા શહેરમાં પ્રવેશતા રેલવે ફાટક હોય જામનગર તરફ જવા અને આવવા ફાટક બંધ હોય ત્યારે ખૂબ જ પરેશાની થતી હોય રાજ્ય સરકાર દ્વારા દોઢેક વર્ષથી ર૬ કરોડના ખર્ચે ઓવરબ્રીજ બનાવવાનો મંજુર કરાયો જેની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ને ચાર માસથી કામનો હુકમ પણ કોન્ટ્રાકટરને અપાયો છે પણ કામ શરૂ જ નથી થયું કેમ કે રેલવે તંત્ર જમીન અંગે લોચા કરે છે!!
દરરોજ ઈમરજન્સીમાં મોટા વાહનો કયાંયથી જામનગર રાજકોટ જવા નીકળી ના શકે તેવી સ્થિતિમાં ચારચાર માસથી કામ શરૂ ના થતાં લોકોમાં પણ રોષ ફેલાયો છે.
ખંભાળીયા રેલવે સ્ટેશન પાસે કવાર્ટર પાસેથી શરૂ કરીને આ ઓવરબ્રીજ આગળ જામનગર તરફ સર્વિસ સ્ટેશન આગળ સુધી થવાનો છે ત્યારે આ રસ્તાનું કામ ચાલુ જ ન થતાં કયારે શરૂ થશે અને કયારે પૂરો થશે તે યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.
આ પુલનું કામ શરૂ ના થતાં તેનો રસ્તો પણ જે રેલવે વિભાગ પાસે છે તેના પર મસમોટા ખાડા પડેલા હોય લોકો રોજ પરેશાન થાય છે. બે સરકારી વિભાગના ઝઘડામાં લોકોનો શું વાંક? તેવો પ્રશ્ન પણ પુછાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial