Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુરનો બ્લ્યૂ ફ્લેગ બીચ ટૂંક સમયમાં યાત્રિકોથી પુનઃ ધમધમશે? આશાવાદ

સહેલાણીઓ માટે ઓક્ટોબરથી માર્ચનો સમયગાળો શ્રેષ્ઠ

દ્વારકા તા. ૧૪: શિવરાજપુર બ્લ્યૂ ફ્લેગ બીચ પર યાત્રિકલક્ષી ટુરીઝમ એક્ટિવીટીઝ ટૂંક સમયમાં ધમધમી શકે છે. સહેલાણીઓ માટે ઓક્ટોબરથી માર્ચ વિઝીટ માટે શ્રેષ્ઠ સમયગાળો ગણાતો હોવાથી ચોમાસામાં બંધ કરાયેલા આ બીચને પુનઃ ખુલ્લો મૂકાતા પ્રવાસીઓનું આકર્ષણ વધશે અને સ્થાનિક રોજગારીને પણ ફાયદો થશે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ચોમાસાની સિઝન પછી રાજ્ય સરકારના નવા પરિપત્ર અનુસારની પુર્તતા કરાયા પછી ટૂંક સમયમાં પુનઃ મુલાકાતીઓ માટે ખૂલ્લો મૂકાય તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ટૂંકમાં શિવરાજપુર બીચ પર યાત્રિકલક્ષી એક્ટિવીટીઝ ધમધમી શકે છે.

છેલ્લાં વર્ષોમાં દ્વારકા યાત્રાધામમાં આવતાં હજારો સહેલાણીઓ જગતમંદિરમાં દર્શનની સાથે સાથે બેનમૂન બીચની તેમજ હાલમાં નિર્માણ પામેલ સુદર્શન સેતુની મુલાકાતે આવતા થયા છે, જેનાથી દ્વારકા ક્ષેત્રના પ્રવાસનને વેગ મળ્યો છે.

વરસાદી સિઝનમાં આશરે બે માસથી વધુ સમય સુધી દરિયામાં કરન્ટ જોતાં સુરક્ષા કારણોસર મુલાકાતીઓ માટે બંધ કરાયા પછી અરબી સમુદ્રનું પાણી ક્રમશઃ શાંત પડ્યું છે ત્યારે નવા અમલી બનાવાયેલ નિયમોની પુર્તતા થયે ટૂંકમાં જ તંત્ર પુનઃ શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે ખોલી શકે તેવો આશાવાદ સ્થાનિક દરિયાખેડું મરજીવાઓએ વ્યક્ત કર્યો છે. જાણકારો દ્વારા સ્કૂબા ડાઈવીંગ માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમયગાળો શ્રેષ્ઠ ગણાવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિ સમયે દરિયામાં કરંટ રહેતો હોવાથી આ બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો હતો, પરંતુ હવે રાજ્ય સરકાર જરૂરી સમીક્ષા કરીને ટૂંક સમયમાં આ પ્રવાસન સ્થળને યાત્રિકો-પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકશે, તેવા સંકેતો મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકો રાહતની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે બે મહિનાથી સ્થાનિક રોજગારીને પણ માઠી અસર પહોંચી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh