Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી બે દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં આજ રોજના જાહેર થનારા નિષ્કર્ષમાં ૦.૨૫% વ્યાજ દર ઘટાડાની અપેક્ષા છતાં નવા કમિટમેન્ટમાં સાવચેતીએ શેરોમાં નરમાઈ રહી હતી.સેન્સેક્સ ૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૧૦૮ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૨ પોઈન્ટની ઘટાળા સાથે ૨૩૬૯૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦ પોઈન્ટની ઘટાળા સાથે ૫૦૬૧૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં ગીવ એન્ડ ટેકનો વ્યુહ અખત્યાર કરીને મેક્સિકો, કેનેડા પર ટેરિફ એક મહિના મોકૂફ રાખ્યા સામે ચાઈના પરની ભીંસ ચાલુ રાખતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કરીને યુ.એસ. વિરૂધ્ધ ચાઈના વૈશ્વિક યુદ્વના મંડાણ થવાના સ્પષ્ટ સંકેત વચ્ચે એડવાન્ટેજ ભારત બની રહેવાના પોઝિટીવ પરિબળે સપ્તાહના આરંભમાં મજબૂતી બાદ આજે સતત બીજા દિવસે તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ચાઈનાને ચેકમેટ કરવા અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મોટી બિઝનેસ ડિલ કરે એવી જોવાતી શકયતા સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષાને લઈ ૭, ફેબ્રુઆરીના ૦.૨૫% વ્યાજ દર ઘટાડો અપે ક્ષિત હોઈ ત્યારે દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર, સર્વિસ અને બેંકેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાળો જોવા મળીયો હતો.

શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ઈન્ડીગો, ટીસીએસ, એચડીએફસી, લાર્સેન, મુથૂટ ફાઈનાન્સ, એસીસી, સન ફાર્મા, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, હવેલ્લ્સ, સિપ્લા, ગ્લેનમાર્ક ફાર્મા, બાટા ઇન્ડિયા, વોલ્ટાસ, રિલાયન્સ, અદાણી પોર્ટસ જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં અદાણી ડીવીસ લેબ, ટોરેન્ટ ફાર્મા, ગ્રાસીમ, કોટક બેન્ક, ભારતી ઐરટેલ, વોલ્ટાસ, ઓરબિંદો ફાર્મા, એક્સીસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૩૬% વધીને અને નેસ્ડેક ૦.૪૮% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં શુક્રવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૬ અને વધનારની સંખ્યા ૧૨૮૮ રહી હતી,૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૭૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી ૭ ફેબ્રુઆરીએ લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કર વામાં આવ્યો હતો.

બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં છૂટક ફુગાવો સરેરાશ ૪% રહી શકે છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ૪.૫%થી નીચે રહી શકે છે. સામાન્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોની તિજોરી પર વધુ અસર નહીં થાય, જે હકારાત્મક છે. ડિસેમ્બર માસમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨%થી ઘટાડીને ૬.૬% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધારીને ૪ .૮% કર્યો હતો.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે અપ્રિલ ગોલ્ડ રૂ.૮૧૪૬૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૪૭૩૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૪૬૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૩૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૮૪૬૭૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૫૬૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૫૭૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૫૬૮૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૫૭૩૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

કોટક મહિન્દ્રા બેન્ક (૧૯૨૩) : મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૧૧ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૯૦૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૧ થી રૂ.૧૯૪૫ સુધી તેજી તરફી ધ્યાન...!!!

વોલ્ટાસ લીમીટેડ (૧૩૪૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૨૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૫૬ થી રૂ.૧૩૫૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિંદો ફાર્મા (૧૨૧૬) : ૧૨૦૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૫ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૨૮ થી રૂ.૧૨૩૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

અદાણી પોર્ટસ (૧૧૫૭) : રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

જીન્દાલ સ્ટીલ (૮૨૯) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૩૩ થી રૂ.૮૪૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh