Advertisement
Author: નોબત સમાચાર

જલારામનગર પાસે આવારા તત્ત્વોનો ત્રાસઃ જ્ઞાતિ પ્રમુખને કરાતી રજુઆત

રામેશ્વરનગર વિસ્તારમાં

જામનગર તા. ૩ઃ જામનગરમાં પંદર વર્ષ પહેલા ગરીબ લોહાણા પરિવારો માટે રામેશ્વરનગરમાં વિદેશના જ્ઞાતિના  દાતાઓ દ્વારા ૧ર૦ ફલેટ બનાવી આપવામાં આવ્યા હતાં. આ જલારામનગરની આસપાસ રહેતા અન્ય જ્ઞાતિના આવારા તત્ત્વોના ત્રાસથી જલારામ નગરમાં રહેતા લોહાણા પરિવારો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે.

ગરીબ પરિવારો ભાડું ભરવાની ત્રેવડ ન હોવા છતાં બીજે ભાડે રહેવા ચાલ્યા ગયા છે. હાલમાં આ જલારામ નગરમાં ૧૦૦ મકાનો ખાલી છે અને ખંઢેર હાલતમાં છે. ત્યાં લુખ્ખા અને આવારા તત્ત્વોએ તાળા તોડી કબ્જો જમાવી લીધો છે. અહીં લોહાણા પરિવાર શાંતિથી રહી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે તાકિદે માથાભારે લુખ્ખા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા અરવિંદભાઈ રાયઠઠ્ઠાએ લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલને રજુઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh