Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં સૌપ્રથમ વખત મહિલાઓ નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન

મારા સપનાની ઉડાન આગામી રવિવારે

જામનગર તા. ૩ઃ જામ ખંભાળીયામાં સૌપ્રથમ વખત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહીત કરવા માટે જયાબેન કુમનદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા 'મારા સપનાની ઉડાન' અંતર્ગત મહિલાઓ નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન, વેંચાણ અને જાહેરાતનું આયોજન આગામી રવિવાર તા. ૪-ર-ર૪ ના સવારે ૯ થી રાત્રે ૮-૩૦ વાગ્યા દરમ્યાન નવી લોહાણા મહાજનવાડી, બેઠક રોડ, ખંભાળીયામાં કરવામાં આવ્યું છે.

આ એકઝીબીશનમાં મહિલાઓ નિર્મિત અવનવી વેરાયટીઓ જેવી કે, હેન્ડ મેઈડ જવેલરી, કસ્ટમાઈઝ બ્રેસલેટ, વિન્ટેજ ફ્રેમ્સ, પાર્લર માટે હોમ સર્વિસ, હોમ મેઈડ ચાનો મસાલો, હેલ્થ પ્રોડકટ, સિઝનલ બનાવટોનો ખજાનો તેમજ ઘર બેઠા કરવા માગતા લોકો માટે સ્ટોલ અને મહિલાઓને લગતી સરકારી યોજનાની તમામ માહિતી તેમજ આર્થિક સહાય મેળવી કાર્ય શરૃ કરવા માંગતા હોય તેના માટે લોન સહાય માટે સ્ટોલ રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા આયોજક ડો. પ્રફુલાબેન બરછા, સપનાબેન એમ. કાનાણી અને દીપાબેન ડી. પોપટ દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh