Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોગસ સીમકાર્ડ ઈસ્યુ કરનાર વડોદરાથી ઝડપાયા પછી અન્ય ચારની ધરપકડઃ રિમાન્ડની તજવીજ
ખંભાળિયા તા. ૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાંચ આસામીઓને ન્યૂડ વીડિયો કોલીંગ કરી બ્લેકમેઈલ કરાતા હોવાની ફરિયાદ દ્વારકા સાયબર ક્રાઈમ સેલમાં નોંધાયા પછી હરકતમાં આવેલી સાયબર ક્રાઈમની ટૂકડીએ આ પ્રકારના કોલીંગમાં બોગસ સીમકાર્ડ વપરાતા હોવાનું ખૂલ્યું હતુ ંતે પછી વડોદરા પહોંચેલી ટૂકડીએ બોગસ સીમકાર્ડ વેચતા એક શખ્સને પકડ્યો હતો. તેણે આ રીતે ૬૦૦થી વધુ સીમકાર્ડ ઈસ્યુ કરાવી રાજસ્થાન મોકલાવ્યાની કબૂલાત કરી હતી. તે પછી રાજસ્થાનથી બે અને મધ્યપ્રદેશમાંથી બે શખ્સને પકડી પાડવામાં આવ્યા છે. આ ટોળકીએ દ્વારકા જિલ્લામાં છ મળી આઠ ગુન્હા આચર્યાની કબૂલાત કરી છે. પાંચેય અરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન્યૂડ વીડિયો કોલીંગ કરી કેટલાક આસામીઓને ધમકાવવા ઉપરાંત તેઓની પાસેથી મોટી રકમ પડાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેના પગલે એસપી નિતેશ પાંડેય તથા એએસપી રાઘવ જૈને આવી ટોળકીને પકડી પાડવા માટે સૂચના આપી હતી. જેના પગલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વાય. બ્લોક તથા તેમની ટૂકડી તપાસમાં જોતરાઈ હતી.
તે દરમિયાન આ પ્રકારના ન્યૂડ વીડિયો કોલીંગ કરતા શખ્સોના મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવતા ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેના તાર જોડાયા હતા. તે પછી આ પ્રકારના સીમકાર્ડ ત્યાંથી ઈસ્યુ થઈ રહ્યા છે. તેની તપાસ કરાતા આ પ્રકારના બોગસ સીમકાર્ડ વડોદરાથી ઈસ્યુ થયાનું ખૂલ્યું થયું હતું. વડોદરા પહોંચેલી દ્વારકા સાયબર ક્રાઈમની ટૂકડીએ તપાસ કરતા વડોદરામાં લાલ દરવાજા વિસ્તારમાં દુકાન ચલાવતા મોનાર્ક મહેશભાઈ પટેલ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. આ શખ્સની વધુ તપાસ કરાવાતા તેણે જુદા જુદા નિર્દોષ લોકોના નામે સીમકાર્ડ ચાલુ કરી તેને રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં વેચ્યા હોવાનું ખૂલ્યું હતું.
ત્યારપછી મોનાર્કની અટકાયત કરી પૂછપરછ કરાતા તેણે કબૂલ્યું હતું કે, તે શખ્સ પોતાની દુકાનમાં રોજના ચારથી પાંચ ડમી સીમકાર્ડ એક્ટિવ કરી જ્યારે ૩૦-૪૦ કાર્ડ ભેગા થાય ત્યારે રાજસ્થાનના ડીંગ જિલ્લાના ઘોઘર ગામના ધનસીંગ ગોપાલ ગુર્જર તથા રાસીદ જસમાલ નામના શખ્સોને પહોંચાડી આપતો હતો. તે પછી મોનાર્ક દ્વારા આપવામાં આવેલા સીમ પરથી જુદા જુદા લોકોને ન્યૂડ વીડિયો કોલીંગ કરી બ્લેકમેઈલ કરાતા હતા અને મોટી રકમ પડાવાતી હતી. મોનાર્કે પોતાના મીત્ર હસન શેખ, અલ્તાફ રઝાક શેખ, આરીફ બેગ સમસુદ્દીન મીરજા તથા અન્ય બે શખ્સોને સાથે રાખી આવી રીતે ૬૦૦થી વધુ સીમકાર્ડ બોગસ નામે એક્ટિવ કરી લીધા હોવાનું ખૂલ્યું છે. તે પછી ધનસીંગ ડમી સીમકાર્ડ ખરીદી અન્ય લોકોને વેચતો હોવાનું ખૂલ્યું છે. આ શખ્સો જે વ્યક્તિને વીડિયો કોલ કરતા હતા. તે વ્યક્તિને કોલ કરનાર મહિલાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે તેવો ફોટો મોકલી પૈસા પડાવી લેતાં હતા.
ઝડપાયેલા મોનાર્ક, ધનસીંગ તથા રાસીદે સાયબર ક્રાઈમ સેલની ટૂકડી પાસે પોતાના અન્ય બે સાગરિત મધ્ય પ્રદેશના રેવા જિલ્લાના હજુર ગામના નિરજ સુશીલ દ્વિવેદી તથા કૌશલેન્દ્રપ્રસાદ મોહન પ્રસાદ વર્માના પણ નામ આપ્યા હતા. આ શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઈમ સેલની ટૂકડીએ ખંભાળિયા ખસેડ્યા છે. આ શખ્સોએ દ્વારકા શહેરમાં પાંચ ગુન્હા, ખંભાળિયામાં એક તેમજ અંબાજી અને આણંદ શહેરમાં એક-એક મળી આઠ ગુન્હાઓ આચર્યા છે. પાંચેય શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે. ઉપરોક્ત ટોળકીએ દેશના જુદા જુદા પ્રવાસન સ્થળોએ હોટલ અથવા રિસોર્ટ બુકીંગના નામે પણ ફ્રોડ આચર્યાનું પણ ખૂલ્યું છે. નિરજ તથા કૌશલેન્દ્ર આઠથી દસ હજાર રૃપિયામાં બોગસ વેબસાઈટ બનાવી આપતા હતા. આ ટોળકીએ ૮૫થી વધુ ફેક ગુગલ એપ બનાવી હોવાનું પણ ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial