Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડમાંથી ગંજીપાના કૂટતા સાત પરપ્રાંતિય પકડાયાઃ
જામનગર તા. ૩ઃ જામનગરના દરેડ ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. કાલાવડમાંથી બે વર્લીબાજ ઝડપાઈ ગયા છે. જ્યારે શંકરટેકરીના સુભાષપરામાંથી તથા મયુરનગર વામ્બે આવાસમાંથી એક મહિલા સહિત નવ વ્યક્તિ તીનપત્તી રમતા ઝડપાયા છે. પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી સંજીત રાજેશ્વર પટેલ, વિલાસ સંદેશ મહંતો, રંજન રમેશપ્રસાદ મહંતો, રાજેશ બાલેશ્વર ગુપ્તા નામના ચાર શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૬૪૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દરેડમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં મુન્ના રામનંદન વર્મા, સુરજીત મદન મહંતો, વિનય ઉજેશ્વરપ્રસાદ વર્મા નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૫૪૧૦ રોકડા કબજે લેવાયા છે.
કાલાવડની શિતલા કોલોનીમાં મઢુલી પાસે ગઈકાલે બપોરે જાહેરમાં વર્લીના આંકડા લખતા મહેશ ધમભાઈ પરમાર નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. તેના કબજામાંથી રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાયા છે.
કાલાવડમાં જ આદર્શ પેટ્રોલપંપ પાસેથી ધીરૃભાઈ જયંતિભાઈ પાટડીયા નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો. તેના કબજામાંથી રૃા.રર૦૦ રોકડા, એક મોબાઈલ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા ની શેરી નં.રમાં ગઈકાલે બપોરે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં શેરી નં.રમાં જાહેરમાં ગંજીપાના કૂટતા વિનોદ ભૂરાભાઈ કંબોયા, પરેશ વિનુભાઈ રાઠોડ તથા હંસાબેન ભગાભાઈ માલકીયા નામના ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે રૃા.૬૩૦૦ રોકડા પટમાંથી કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા વામ્બે આવાસ પાસે ત્રણ માળીયા નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અબ્દુલ ખમીશા બાબવાણી, જાવેદ જુનસ સુંભણીયા, માલુ દેવાભાઈ સંધીયા, અમરશી કમાભાઈ પરમાર, આમદ ઓસમાણ ખફી, હાસમ વલીમામદ ખીરા નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. રૃા.૫૪૩૦ રોકડા કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial