Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લા પંચાયત હસ્તકના પીએચસી તથા સીએચસીના ચોથા વર્ગના કર્મચારીઓને છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી પગાર નહીં મળતા ભારે રોષ ફેલાયો છે.
રાજ્યના વિકાસ કમિશનરે દાખલ કરેલ ઓનલાઈન પ્રેસા સીસ્ટમની નબળાઈ તથા ધાંધીયાના કારણે પગાર ચૂકવવામાં ભારે પરેશાની ઉભી થઈ છે. કોન્ટ્રાકટરોને પેમેન્ટ ચૂકવવામાં પણ મુશ્કેલી થતા અગાઉ વિકાસ કમિશનરે મેન્યુઅલ કાર્યવાહી કરી ચૂકવણા કરવાની સૂચના આપવી પડી હતી.
જાણવા મળતી વિગતો પ્રમાણે આ સીસ્ટમ સોફટવેરની ક્ષમતા કરતા તેના પર અનેકગણુ ભારણ હોય છે. તેથી ધીમે ચાલવું, ઠપ્પ થઈ જવું જેવા પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં ઉભા થયા છે. આ સોફટવેરનો કોન્ટ્રાકટ વિકાસ કમિશનરના જ કોઈ લાગતા વળગતાને અપાયો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.
'પ્રેસા' ના ધાંધીયા અંગે જિ.પં.માંથી કોઈ પદાધિકારી કે ઉચ્ચ અધિકારી સરકારમાં રજુઆત પણ કરતા નથી ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial